Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કાલે વહેલી સવારે મેષલગ્નમાં કેદારનાથજીના કમાડ ખૂલશે

ખરાબ મૌસમ અને સતત બરફવર્ષા વચ્ચે ૨૦ ભાવિકો- પોલીસ સાથે ૯ કી.મી. લાંબા રસ્તે પૈદલ ચાલીને બાબાની ડોલી કેદારનાથ પહોંચશે

મંત્રોચ્ચાર સાથે જગપ્રસિધ્ધ કેદારનાથ ધામના કમાડ કાલે ૨૯ તારીખે બુધવારે સવારે ૬ અને ૧૦ મીનીટે ખુલશે. આ પૂર્વે રૂદ્રપ્રયાગના ગૌરીકુંડથી બરફીલા રસ્તે થઇને કેદારનાથ ભગવાનની ડોલી સાથે બીજા પડાવ ભીમબલી પહોંચી ગઇ છે. રસ્તામાં ચારે તરફ બરફ છવાયેલો હતો. અને કેદારનાથ ધામ જવા રવાના થઇ ગઇ છે. મુખ્યપ્રજાએ ચલવિગ્રહ ડોલીમાં બાબા કેદારનાથની પંચમુખી ભોગ મૂર્તિની વિશેષ પુજા કરી હતી. લોકોએ પોતાના ઘરમાંથી જ હાથ જોડી બાબા કેદારનાથજીને ધામ માટે વિદાય આપી હતી. ગૌરીકુંડથી કેદારનાથનો રસ્તો ૯ કી.મી.નો છે. 

અહિં અનેક ફુટ બરફ જામી ગયો છે. તેની વચ્ચેથી ૧૦ ફુટ પહોળો રસ્તો બનાવાયો છે. જેના ઉપરથી ડોલીમાં બિરાજી બાબાની ડોલી કેદારનાથ પહોંચશે.

કોરોના અને લોકડાઉનને લીધે કેદારનાથ ભગવાનના દરવાજા ખોલવાનો સમારોહ સુક્ષ્મરૂપથી સંપન્ન કરવામાં આવી રહેલ છે. જેમની પાસે પાસ છે તે લોકોને જ  ડોલી સાથે જોડાઇ શકયા છે. બાબા કેદારનાથની ચલ વિગ્રહ ઉત્સવ ડોલી સાથે અત્યારે મંદિર સમિતિ, પ્રશાસન અને પોલીસના ૨૦ આસપાસ લોકો આજે કેદારનાથ ધામ પહોંચશે. કાલે તા.૨૯ સવારે ૬.૧૦ વાગે મેષ લગ્નમાં મંત્રોચ્ચાર સાથે કેદારનાથ મંદિરના કમાડ ખોલવા સાથે ડોલીમાં બિરાજમાન ભગવાન કેદારનાથજીની પંચમુખી વિગ્રહને મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન કરાશે. ત્યારબાદ કેદારનાથ ધામ જ પંચમુખી વિગ્રહ (મૂર્તિ)નું સ્થાન રહેશે. અને અહિં જ તેમની પુજા થશે.

(3:26 pm IST)