Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

બેંગ્લોરની એક સંસ્થાએ વિકસાવ્યા નૈનો કોટીંગ માસ્કઃ માસ્કના સંપર્કમાં આવતા જ ખતમ થશે કોરોના

માસ્ક પર નહીં ટકે પાણી કે ધૂળઃ સોલર પૈનલની કિનીક દ્વારા હાઇડ્રોફોબિક નૈનો કોટીંગ થશે

બેગ્લોર,તા.૨૮: સોલર પેનલ ધૂળના થરને જામતુ રોકવા માટે ડેવલપ કરાયેલ નેનો કોટીંગ ટેકનીક કોવિદ -૧૯ વિરૂધ્ધના જંગમાં કારગત હથિયાર બનશે આ ટેકનીક વિકસીત કરનાર બેગ્લોરની રીસર્ચ સંસ્થાની ટીમે તેમાં વધુ સુધારાઓ સાથે હોઇડ્રોફોબિક નેનો કોટીંગ યુકત આ માસ્ક સંપર્કમાં આવનાર કોઇ પણ પ્રકારના બેકટેરીયા વાયરસને નિષ્ક્રીય કરવામાં સક્ષમ હશે.

ડીએસટી (ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી)એ ડીસ્પોઝેબલ માસ્ક માટે આ હાઇડ્રોફોબીક નેનો કોટીંગ્સના મોટા પાયે ઉત્પાદનની મંજુરી આપી દીધી છે. બેંગ્લોરના જ્યોતિ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના ડોકટર વિશ્વનાથ આર, ડો. એમએસ સંતોષના નેતૃત્વમાં વિદ્યાર્થીઓની ટીમે આને ડેવલપ કરી છે. આ નેનો કોટીંગ માસ્કને વાયરસ મુકત બનાવશે.

ડો. સંતોષે જણાવ્યું કે, આ કોટીંગ બજારમાં ઉપલબ્ધ એન-૯૫ માસ્કની જેમ દરેક પ્રકારના કણોને રોકવામાં સક્ષમ છે. સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ હાઇડ્રોફોબિક કોટીંગ પર ન તો રજકણો કે ન તો પાણીના ટીપા રોકાઇ શકે છે. એ ભીનો પણ નથી થતો. આ કોટીંગમાં રહેલા ધાતુઓના ગુણોના કારણે સંપર્કમાં આવતા જ બેકટેરીયા અને વાયરસો મરી જાય છે.

(3:24 pm IST)