Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

લોકડાઉન વચ્ચે ટ્રાન્સપોર્ટ અંગે ચર્ચા : રાજ્યોના મંત્રીઓ સાથે બેઠક કરશે ગડકરી

હાઇવેથી સામાન સપ્લાયમાં થઇ રહેલા ઘટાડાની કરી સમીક્ષા

નવી દિલ્હી તા. ૨૮ : દેશભરમાં લોકડાઉન વચ્ચે આજે કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી રાજ્યોના ટ્રાન્સપોર્ટ મંત્રીઓ સાથે વાત કરશે. આ દરમિયાન ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા થશે. આ ઉપરાંત ગડકરી પીડબલ્યુડી મંત્રીઓ સાથે પણ વાત કરશે.

કોરોના મહામારીના કારણે દેશમાં લોકડાઉન રહેલું છે. આ દરમિયાન દરેક પ્રકારનું ટ્રાન્સપોર્ટ નિર્માણ કાર્ય અસર પર પડે છે. ૩ મે બાદ લોકડાઉન અંગે રણનીતિ બનાવા માટે સરકાર સતત બેઠકો કરી રહી છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય નિતીન ગડકરી આજે સવારે ૧૧ વાગ્યે દેશના દરેક ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સાથે વાત કરશે.

ઉલ્લેખનીય છે કે લોકડાઉનના કારણે દેશના યાતાયાત પર ફર્ક પડયો છે. આ ઉપરાંત હાઇવેથી જે પણ સામાન સપ્લાય થાય છે તેમાં ઘટાડો થયો છે. જોકે કેન્દ્ર સરકારે જરૂરી સામાન સાથે જોડાયેલી સપ્લાઇને છૂટ આપી દીધી છે. જેથી ટ્રક સરળતાથી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઇ શકે.

(3:24 pm IST)