Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

EPFO એ પેન્શનકર્તાઓને આપી મોટી ભેટઃ મે મહિનાથી ૬.૩ લાખ પેન્શન કર્મચારીને થશે ફાયદો

સરકાર પર આ કારણે ૧૫૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોઝ આવશે

નવી દિલ્હી, તા.૨૮: એમ્લોઈઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈજેશન (EPFO)તે લોકોને મે મહિનાથી પૂર્ણ પેન્શન આપવાનુ શરૂ કરશે, જેમણે રિટાયરમેન્ટના સમયે કમ્યૂટેશનનો વિકલ્પ પસંદ કર્યો હતો. કમ્યૂટેશનનો વિકલ્પ પેન્શનભોગિયોને આપવામાં આવે છે. જેથી તેઓ ઈચ્છે તો, પોતાની મંથલી પેન્શનનો એક ભાગ રિટાયરમેન્ટના સમયે એક સંપૂર્ણ લઈ શકે.

આ વિકલ્પ પસંદ કરનારને પૂર્ણ પેન્શન કેટલાક સમય બાદ પુન .સ્થાપિત કરવામાં આવે છે. આ મામલામાં આ સમયગાળો ૧૫ વર્ષનો હોય છે. સરકારને પૂર્ણ પેન્શન બહાલ કરવાની નોટિફિકેશન ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવી હતી. આ પગલાથી દર મહિને ૬ લાખ ૩૦ હજાર પેન્શનકર્તાઓને લાભ થશે.

સરકાર પર આ કારણે ૧૫૦૦ કરોડ રૂપિયાનો વધારાનો બોઝ આવશે. આ સમયે કોરોના વાયરસથી ઉદભવેલી સ્થિતિને પહોંચીવળવા માટે સરકારને સંસાધોનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ લોકોને દાન આપવાની અપીલ પણ કરી ચુકયા છે. એક પીએમ કેયર્સ ફંડ પણ આ મકસદથી બનાવવામાં આવ્યુ છે. જેથી ઓડિટની પ્રક્રિયા પર વિપક્ષે પણ પ્રશ્ન કર્યા છે.EPFO લેબર મિનિસ્ટ્રીની હેઠળ કામ કરનાર સોશિયલ સિકયોરિટિ ઓર્ગેનાઈઝેશન છે. આ એમ્પોયીઝ પ્રોવિડેન્ટ ફંડ અને એમ્પ્લોયીઝ પેન્શન સ્કીમને મેનેજ કરે છે. સૂત્રોએ ઈટીને જણાવ્યુ છે કે, વાયરસનો પ્રકોપ વધ્યા બાદ EPFO ને કહેવામાં આવ્યુ છે કે, તેઓ પોતાના સોફ્ટવેયર અને બીજા ઈન્ફ્રાસ્ટ્રકચરને પ્રાથમિકતાના આધાર પર આ રીતે બદલે જેથી બહાલ કરનાર પેન્શનને જલ્દીજ આપવામાં આવી શકે. એખ સીનિયર સરકારી અધિકારીએ ઈટીને જણાવ્યુ કે, સ્કીમ માટે નોટિફિકેશન ફેબ્રુઆરીમાં જાહેર કરી દેવામાં આવ્યુ છે, પરંતુ સોફ્ટવેયરમાં ફેરફાર કરવા માં કેટલાક મહિનાઓ લાગી ગયા છે. હવે અમે પૂર્ણ પેન્શન આપવા માટે તૈયાર છીએ.

જેથી તે EPFO સ્બ્સક્રાઈબર્સની પેન્શનમાં ખૂબ જ વધારો થશે, જેઓ ૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮ પહેલા રિટાયર થયા છે અને પેન્શનના આંશિક કમ્યૂટેશનનો વિકલ્પ પસંદ કર્યો હતો. તેને તે રીતે સમજી શકાય છે કે, જો કોઈ વ્યકિત ૧ એપ્રિલ ૨૦૧૫ ના રોજ રિટાયર થયા તો, તેઓ ૧૫ વર્ષ બાદ ૧ એપ્રિલ ૨૦૨૦ થી પૂર્ણ પેન્શન મેળવવાના હકદાર થશે.

ઈપીએસના નિયમો પ્રમાણે ૨૬ સપ્ટેમ્બર ૨૦૦૮ પહેલા રિટાયર થયેલા EPFO મેમ્બરને કમ્યૂટેડ પેન્શનના રૂપમાં પોતાની પેન્શનનો વધારેમાં ૧/૩ ભાગ એક મુશ્ત મળી શકે છે. બીજી તરફ બાકી ૨/૩ ભાગમાં તેમના જીવનકાળમાં માસિક પેન્શનના રૂપમાં આપવામાં આવ્યો હતો.

ઈપીએફના હાજરના નિયમો પ્રમાણે, EPFO મેમ્બર્લની પાસે કમ્યૂટેશન બેનિફિટની પાત્રતા નથી. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના છેલ્લા વર્ષે ૨૧ ઓગષ્ટને એક મીટિંગમાં કમ્યૂટેશન વિકલ્પ પસંદ કરનાર લોકોની મંથલી પેન્શન બહાલ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

(3:23 pm IST)