Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

સંશોધનમાં નવો ધડાકો

કોરોનાએ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું: હવે સીધો ફેફસા ઉપર કરે છે હુમલો

૧૧મો પ્રકાર બન્યો : વધુ અપગ્રેડ થાય છે કોરોના

મુંબઇ તા. ૨૮ : ચીનથી આખી દુનિયામાં ફેલાયેલ નોવેલ કોરોના વાયરસે સમગ્ર દુનિયાને જાણે કે પોતના રાક્ષસી ભરડામાં જકડીને આતંક મચાવ્યો છે. તેનો પહેલો કિસ્સો ડિસેમ્બર ૨૦૧૯ માં ચીનના હુબેઇ પ્રાંતના વુહાનમાં સામે આવ્યો હતો, ત્યારથી વાયરસએ આખી દુનિયાને ઘેરી લીધી છે. એટલું જ નહીં, આ જીવલેણ વાયરસ સતત પોતાનું સ્વરૂપ બદલીને ૧૦ જુદા જુદા પ્રકારોમાં બદલાઈ ચૂકયો છે. તેમાં જ આ વાયરસનું A2a સ્વરૂપ પણ છે. જે હાલ આ વાયરસનો ૧૧મો પ્રકાર છે. સંશોધન દર્શાવે છે કે A2a પ્રકારનો કોરોના વાયરસ વધુ જોખમી છે અને હવે તે આખા વિશ્વમાં સૌથી વધુ ચેપ ફેલાવી રહ્યો છે.નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોમેડિકલ જિનોમિકસ, કલ્યાણી બંગાળ (NIBG)ના સંશોધનમાં બહાર આવ્યું છે કે A2a વાયરસ અન્ય પ્રકારના વાયરસની જગ્યાએ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. નિધાન વિશ્વાસ અને પ્રથા મજૂમદારનું આ સંશોધન ટૂંક સમયમાં ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત થનાર છે.

સંશોધનમાં સામે આવ્યું કે A2a વાયરસ વધારે ખતરનાક છે અને માનવીના ફેફસામાં મોટા પ્રમાણમાં ઘુસણખોરી કરવાની ક્ષમતા ધરાવે છે. અગાઉના SARSCoV વાયરસ, જેણે દસ વર્ષ પહેલાં ૮૦૦ લોકોનો ભોગ લીધો હતો અને ૮,૦૦૦ થી વધુ લોકોને ચેપ લગાવ્યો હતો, તેણે પણ માનવોના ફેફસાંમાં પ્રવેશવાની ક્ષમતા વિકસાવી હતી. જો કે, તેની પાસે આ ક્ષમતા એટલી નહોતી જેટલી A2a વાયરસ પાસે છે. સંશોધન મુજબ, ખ્૨ર્ી વાયરસનું સંક્રમણ વધુ ઝડપથી થાય છે અને કોવિડ -૧૯નો આ પ્રકાર ખૂબ જ ઝડપથી સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે.

માનવામાં આવે છે કે વિશ્વાસ અને મજૂમદારના આ સંશોધનથી કોરોના માટે રસી બનાવતા વૈજ્ઞાનિકો માટે નોંધપાત્ર મદદ મળશે. સંશોધન મુજબ છેલ્લા ૪ મહિનામાં મળેલા ૧૦ પ્રકારના કોવિડ -૧૯ વાયરસ પોતાના જૂના ‘O’ પ્રકારના હતા. માર્ચના છેલ્લા અઠવાડિયાથી ખ્૨ર્ી વાયરસે જૂના પ્રકારના વાયરસની જગ્યા લેવાનું શરું કરી દીધું. તે હવે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચૂકયો છે. મજૂમદારે કહ્યું, 'તે બીજા પ્રકારનાં વાયરસને રિપ્લેસ કરી ચૂકયો છે. અને SARSCoV2નો એક શકિતશાળી પ્રકાર બની ગયો છે.' NIBGના સંશોધનકારોએ RNA સિકવેન્સ ડેટાનો ઉપયોગ કર્યો. કોવિડ -૧૯ પર સંશોધન કરી રહેલા આખા વિશ્વના સંશોધનકારો દ્વારા આ ડેટા બહાર પાડવામાં આવ્યો છે. ભારતીય સંશોધનકારોએ RNA સિકવેન્સ ડેટાનો ઉપયોગ કર્યો. ડિસેમ્બર ૨૦૧૯ થી ૬ એપ્રિલ સુધીમાં ૫૫ દેશોમાંથી એકત્રિત ૩,૬૦૦ કોરોના વાયરસ પર RNA સિકવન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. NIGBના ફાઉન્ડિંગ ડાયરેકટ અને પ્રોફેસર મજૂમદારે કહ્યું, 'કોરોના વાયરસને ઘણા પ્રકારોમાં વહેંચી શકાય છે. તેને O, A2, A2a, A3, B, B1 અને અન્ય પ્રકારોમાં વહેંચી શકાય છે. હાલમાં આ વાયરસના ૧૧ પ્રકાર છે. તેમાં O પ્રકાર પણ છે જે તેનો જૂનો પ્રકાર છે અને વુહાનમાં ફેલાયો હતો.  તેઓએ જણાવ્યું હતું કે આ રીતે સતત મ્યુટેડ અને પરિવર્તિત થતાં વાયરસથી ટ્રાન્સમિશનનું જોખમ વધારે છે.

(3:21 pm IST)