Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોના વાયરસ રસીનું કિલનિકલ ટ્રાયલ સફળઃ સપ્ટેમ્બરમાં આવી શકે છે માર્કેટમાં

નવી દિલ્હી, તા.૨૮: કોરોના વાયરસની વેકિસન બનાવવા માટે આખી દુનિયામાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દ્યણાં દેશ કોરોના વાયરસની વેકિસન બનાવવાનો દાવો કરી રહ્યા છે. આ બધાની વચ્ચે બ્રિટનની ઓકસફોર્ડ જેનર ઈન્સ્ટિટ્યુટમાં કોરોના સામે લડવાની રસી બનાવવા માટેની કિલનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ થઈ ગઈ છે. હવે ઈન્સ્ટિટ્યુટને આશા છે કે વેકિસનને બજારમાં સપ્ટેમ્બર ૨૦૨૦માં ઉતારવામાં આવી શકે છે.

આ હકીકત છે કે દુનિયાના ઘણાં દેશોમાં કોરોના સામેની રસી માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે અને કેટલાક દેશો વર્ષના અંત સુધીમાં રસી બનાવી દેવાની વાત કરી રહ્યા છે, તે રીતે સૌથી પહેલા ઓકસફોર્ડ ઈન્સ્ટિટ્યુટની રસી બજારમાં આવી શકે છે.

આ પહેલા WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના પ્રમુખ ટી બી ગેબ્રેયેસસે કોરોના વાયરસની રસીને લઈને કેટલાક સકારાત્મક સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઈબોલાની વેકિસન બનાવવામાં સંગઠનની મહત્વની ભૂમિકા રહી છે અને આ વખતે પણ વેકિસન બનાવવાના કારમાં ઝડપ કરવામાં આવી છે.

તેમણે આગળ જણાવ્યું કે, 'WHOએ ઈબોલા વેકિસનના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું અને કોવિડ-૧૯ના સમયમાં પણ એવું જ કામ કરી રહ્યા છીએ. કોવિડ-૧૯ વેકિસન બનાવવાનું કામ ઝડપી કરાયું છે જેનું કારણ પાછલું કામ છે. પોતાના સહયોગીઓ સાથે દ્યણાં વર્ષોથી અન્ય કોરોના વાયરસની વેકિસન પર કામ કરાયું છે.'

તેમણે આગળ જણાવ્યું કે, મેના અંત સુધીમાં જેનર ઈન્સ્ટિટ્યુટે કોવિડ-૧૯ના ૬૦૦૦થી વધુ લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે, રસી બનાવવા એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે તે સુરક્ષિત હોવાની સાથે જલદી અસર કરનારી હોય. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોવિડ-૧૯ની રસીનો ડોઝ અંગે મંજૂરી મેળવ્યા બાદ સપ્ટેમ્બરમાં આવી શકે છે.

(3:19 pm IST)