Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને સુશ્રી પ્રમીલા જયપાલનું સમર્થન : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસવુમને બિડનને આ પદ માટે લાયક ગણાવ્યા

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપવા ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને અગ્રણીઓના સમર્થન મળી રહ્યા છે.જે મુજબ છેલ્લા એક માસમાં પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા ,પૂર્વ ડેમોક્રેટ ઉમેદવાર બર્ની સેન્ડર્સ ,સેનેટર એલિઝાબેથ વોરેન ,હાઉસ સ્પીકર ,સહિતના આગેવાનોએ સમર્થન ઘોષિત કરી દીધું છે.

હવે ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસ વુમન સુશ્રી પ્રમીલા જયપાલે પણ સમર્થન ઘોષિત કરી  તેઓને આ પદ માટે લાયક ઉમેદવાર ગણાવ્યા છે. આથી જો બિડન નું પલ્લું વધુ મજબૂત થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:40 pm IST)