Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોના ભારતમાં હજુ એક્ટિવ ફૅઝમાં : મે સુધીમાં દર્દીઓનો આંકડો 1.12 લાખ સુધી પહોંચી શકે છે

વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમના રિપોર્ટમાં આશંકા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 29 હજારને પાર થઈ ગઈ છે. સરકાર તરફથી કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે. દેશમાં 3 મે સુધી લૉકડાઉન  જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાંય જે રીતે કોરોના ના કેસ સામે આવી રહ્યા છે.

વૈજ્ઞાનિકોની એક આંતરરાષ્ટ્રીય ટીમના રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મેના બીજા સપ્તાહ સુધી ભારતમાં 1.12 લાખ કોરોનાના કેસ સામે આવી શકે છે.

સ્વાસ્થ્ય વિભાગના તાજેતરની માહિતી મુજબ, દેશભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 29435 થઈ ગઈ છે. તેમાં 21632 એક્ટિવ કેસ છે. કોરોનાથી દેશભરમાં અત્યાર સુધી 934 લોકોએ પોતાના જીવ ગુમાવયા છે. જ્યારે રાહતની વાત એ છે કે કુલ 6868 દર્દી સાજા થઈને ઘરે પરત ફરી ચૂક્યા છે.

(1:23 pm IST)