Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોના વાઇરસથી થયેલા નુકશાન બદલ ચીન ઉપર 165 બિલિયન ડોલરનો દાવો કરશે જર્મની : અમેરિકાની રકમ તેનાથી અનેકગણી મોટી હશે : કોરોના વાઇરસ મામલે ચીન જવાબદાર હોવા અંગે પૂરતા કારણો છે : ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન : કોરોના વાઇરસથી થયેલા નુકશાન બદલ જર્મની ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલા અગ્રલેખમાં ચીન પાસેથી 165 ડોલર વસુલવાની બાબત અંગે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે જર્મની કરતાં અમેરિકાનો આંકડો બહુ મોટો હશે.

તેમણે ઉમેર્યું હતું કોરોના વાઇરસ બાબતે ચીને સમગ્ર વિશ્વને અંધારામાં રાખી બહુ મોટું નુકશાન પહોચાડ્યું છે.જેની કિંમત તેણે ચૂકવવી પડશે

(1:07 pm IST)