Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજકોટમાં મોટો ખળભળાટ, એકસાથે જંગલેશ્વરમાં વધુ સાત કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા, રાજકોટમાં હવે 55 અને જિલ્લામાં એક મળી 56 પોઝિટિવ કેસ થયા છે, આજે સવાર સુધીમાં કુલ આઠ નવા કેસ નોંધાયા: આ જ રીતે વડોદરામાં પણ એક સાથે 15 નવા કેસો મળી આવ્યા છે, જે સાથે વડોદરામાં કુલ પોઝિટિવ કેસ 263 થયા છે, આજના 15 કેસમાં રેડ ઝોન નાગરવાડા એકલા વિસ્તારમાં જ નવ કેસ નોંધાયા છે..

(1:01 pm IST)