Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મેક્સિકોના રસ્તે થઇ અમેરિકામાં ઘૂસવાની કોશિષ કરતો ભારતીય મૂળનો યુવાન પકડાયો : મેડિકલ તપાસમાં કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો

કેલિફોર્નિયા : ગેરકાયદે અમેરિકામાં ઘુસવા માટે 3 મેક્સિકન નાગરિકો સાથે બોર્ડર ઓળંગી રહેલો ભારતીય મૂળનો 31 વર્ષીય યુવાન પકડાઈ ગયો હતો.
પકડાયેલા 3 મેક્સિકન નાગરિકો પરત પોતાના દેશમાં ચાલ્યા ગયા હતા.જયારે ભારતીય નાગરિકની ધરપકડ બાદ તેનો મેડિકલ ટેસ્ટ કરાતા તેને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હતો.પરિણામે તંત્ર ચોકી ઉઠ્યું હતું

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં દર વર્ષે આફ્રિકન ,તથા એશિયન સહીત 20 હજાર જેટલા વિદેશીઓ ગેરકાયદે ઘૂસવાની કોશિષ કરે છે.જેઓને આશ્રય ગૃહમાં રાખવામાં આવે છે.પરંતુ વર્તમાન સંજોગોમાં આવા આ પ્રકારના કોરોનગ્રસ્ત વિદેશીઓ સમગ્ર અમેરિકામાં હાહાકાર ફેલાવી શકે તેવી ચિંતા વધી ગઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:53 pm IST)