Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

આ બ્રાન્ડીંગનો સમય છે, કંપનીઓ લાભ ઉઠાવે

એફએમસીજી અને ફુડ કંપનીઓના ભાવિ વિષે અમુલના એમ.ડી. આર. એસ. સોઢીની ખુલ્લા દિલે વાત : અમુલે એક દિવસ માટે પણ દુધનું કલેકશન બંધ નથી કર્યુ, છ મહીનામાં બધુ થાળે પડી જાવાનો વ્યકત કરેલ આશાવાદ

નવી દિલ્હી તા. ૨૮ : 'લોકડાઉનનો સદ્દઉપયોગ કરો. આ સમય તમારી કંપનીના બ્રાન્ડીંગ અને માર્કેટીંગ માટેનો શ્રેષ્ઠ અવસર છે' તેમ પત્રિકા કીનોટ સલોનમાં એફએમસીજી અને ફુડ કંપનીઓના ભાવિ વિષે ચર્ચા કરતા અમુલ કંપનાના એમ.ડી. આર.એસ. સોઢીીએ જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે આ સમયમાં તમામ કંપનીઓ છુપાઇને બેસી રહેવાને બદલે બહાર આવે. બ્રાન્ડીંગ અને માર્કેટીંગ કરે. પીછે હઠ કરવાનો આ સમય નથી. જે લોકો આળસ કરી રહ્યા છે તે તેઓ મોટી ભૂલ કરી રહ્યા છે.

અમે અમારૂ બજેટ લોકડાઉન દરમિયાન બમણુ કરી નાખ્યુ છે. કેમ કે આજ સાચો સમય છે જેમાં આપણે ગ્રાહકોને આપણી વાત ખુબ સરસ રીતે સમજાવી શકીશુ.

સોમવારે પત્રિકા કીનોટ સલોનમાં પત્રિકા સમૂહના દર્શકો અને અભ્યાસુઓ સાથે સવાલ જવાબ કરતા શ્રી સોઢીએ આ વાતો જણાવી હતી. મોડરેશન શૈલેન્દ્ર તિવારી અને નેશનલ હેડ માર્કેટીંગ સૌરભ ભંડારીએ કર્યુ હતુ.

અહીં શ્રી સોઢીએ એવું પણ જણાવ્યુ હતુ કે અમુલે આ દિવસોમાં એક દિવસ માટે પણ કલેકશન બંધ નથી કર્યુ. જયારે અન્ય કેટલીક નાની ડેરીઓએ ભાવ ઘટાડી નાખ્યા તો કોઇએ કલેકશન જ બંધ કરી દીધુ. ના આ યોગ્ય નથી. ખેડુતો અને પશુપાલકોની સાથે ઉભા રહેવાનો આ સમય છે. છએક મહીનામાં પરિસ્થિતી થાળે પડી જાશે. અર્થવ્યવસ્થામાં આવેલ ગરબડી સુધરી થશે. જેથી કોઇએ ગભરાવાની જરૂર ન હોવાની હૈયા ધારણા આર. એસ. સોઢીએ આપી છે.

(12:48 pm IST)