Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મુંબઇ પોલીસમાં ત્રણનાં મોત બાદ 55થી વધુ વયનાં કર્મચારીઓને રજા અપાઇ

પેઈડ લીવનો વિકલ્પ અપાયો : લોકડાઉંન સુધી લાગુ રહેશે

મુંબઈ : ત્રણ મુબંઇ પોલીસ કર્મચારીઓનું Covid-19નાં ચેપને કારણે મૃત્યુ થયુ હોવાને પગલે મુંબઇ પોલીસે 55 વર્ષથી વધુ વયનાં કોન્સ્ટેબલ્સ તથા જેઓ કોઇપણ પ્રકારની બિમારી ધરાવે છે તેમને તરત જ રજા પર ઉતરી જવા કહ્યું છે. સોમવારે પેઇડ લીવનો આ વિકલ્પ પોલીસ કર્મચારીઓને અપાયો હતો અને તે લૉકડાઉન સુધી લાગુ કરાશે.

પોલીસ ખાતાનાં એક ઉચ્ચ અધિકારી અનુસાર તમામ પોલીસ સ્ટેશન્સ અને ટ્રાફિક ડિવિઝન્સને આ સુચના અપાઇ છે તથા કોન્સેટબલ્સને રજા આપવા કહેવાયું છે. જો કે કોઇ કોન્સ્ટેબલ કામ કરવા ઇચ્છતા હશે તો તેમને તેમ કરવાની પરવાનગી અપાશે.

છેલ્લા 48 કલાકમાં મુંબઇ પોલીસ બેડામાં ત્રણ કર્મચારીઓનાં મોત થયા છે અને આ કારણે અન્ય સાથી કર્મચારીઓ આવા કોઇ જોખમમાં ન મુકાય તે માટે આ પગલું લેવાનો નિર્ણય કરાયો છે. મુંબઇ પોલીસ કમિશનર પરમ બીર સિંઘે જણાવ્યું હતું કે, 'અનુસાર તમામ પોલીસ સ્ટેશન્સ અને ટ્રાફિક ડિવિઝન્સને આ સુચના અપાઇ છે તથા કોન્સેટબલ્સને રજા આપવા કહેવાયું છે. 55 વર્ષથી ઉપરનાં કોન્ટેબલ્સ અને ખાસ કરીને જેમને ગંભીર સ્વાસ્થ્યની તકલીફો છે તેમને આ વિકલ્પ અપાયો છે.'

(12:14 pm IST)