Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

UAE સ્થિત ભારતીય મૂળની 4 વર્ષીય બાળકીની કમાલ : ગયા વર્ષે કેન્સરને હરાવ્યું : આ વર્ષે કોરોના ઉપર વિજય મેળવ્યો

દુબઇ : યુ.એ.ઈ.સ્થિત ભારતીય મૂળની 4 વર્ષીય બાળકી શિવાનીને ગયા વર્ષે કેન્સર થયું હતું જેની સારવાર સફળ નીવડી હતી.પરંતુ તેની પ્રતિકાર શક્તિ કમજોર થઇ ગઈ હોવાથી આ વર્ષે કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તેમાં પણ હોસ્પિટલમાં સારવાર બાદ 20 એપ્રિલના રોજ તે સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા રજા આપવામાં આવી હતી.આમ તેણે  માત્ર 4 વર્ષની ઉંમરે જ કેન્સર અને કોરોના ઉપર વિજય મેળવ્યો છે.

ઉલ્લેખનીય છે કે તેની માતા સ્વાસ્થ્ય કર્મી છે.જેના ચેપને કારણે બાળકીનો કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હતો.જેથી માં દીકરી બંનેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાંથી હવે તેઓને રજા અપાઈ છે.તેઓએ ઘેર ગયા પછી 14 દિવસ કોરેન્ટાઇન રહેવું પડશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:13 pm IST)