Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

દિલ્હીના એમ્સના ત્રણ કર્મચારીઓ કોરોના પોઝિટીવ

પરિવારના 13 લોકો પણ તેમના કારણે કોરોના સંક્રમિત થયાં

નવી દિલ્હી : કોરોનાની ઝપેટમાં કોરોના વોરિયર્સ પણ આવી રહ્યા છે. ત્યારે દિલ્હીના એમ્સના ત્રણ કર્મચારીઓ પણ કોરોના પોઝિટીવ સામે આવ્યા છે. આ ત્રણેય કર્મચારીઓના કારણે મુબારકપુરમાં તેમના પરિવારના 13 લોકો પણ તેમના કારણે કોરોના સંક્રમિત થયાં છે અને તેમાં કુટુંબની મહિલાઓ સહિત નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.

કુલ 16 લોકો કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. કોટલા મુબારકપુરની કુમ્હાર ગલી જે કોરોનાનું હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે.

 આ પહેલા પણ એમ્સની નર્સનો રિપોર્ટ પોઝિટવ આવતાં હોસ્પિટલમાં સેનેટાઇઝિંગની પ્રક્રિયા હાથ ધરાઇ હતી અને હિંદૂરાવ હોસ્પિટલમાં કોરોના પોઝિટવ નર્સ મળી આવતાં હિંદૂરાવ હોસ્પિટલને સીલ મારવામાં આવી હતી.

(12:03 pm IST)