Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

લોકડાઉનમાં સેનાનું ઓપરેશન : કાશ્મીરમાં અત્યાર સુધી 27 આંતકીઓને સફાયો કરાયો

સુરક્ષા દળોના જવાનો આતંકીઓ અને પાકિસ્તાની સેનાના કૃત્યોનો સામનો કરી જડબાતોડ જવાબ આપ્યો

શ્રીનગર : લોકડાઉનમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં  આતંકીઓનો ખાતમો કરવાનુ યથાવત છે, લોકડાઉન જાહેર કર્યાથી અત્યાર સુધી સુરક્ષા દળોએ 27 જેટલા આતંકીઓનો સફાયો કરી નાંખ્યો છે. ભારતીય સેનાના ઊચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આતંકવાદથી પ્રભાવિત જમ્મુ-કાશ્મીરના તમામ વિસ્તારોમાં સુરક્ષા દળો આતંકી પ્રવૃત્તિઓને અસફળ બનાવતી આવી છે.

સેનાના આ કાર્યમાં સ્થાનીક લોકો પણ સપોર્ટ કરી રહ્યા હોવાના અહેવાલ છે. સ્થાનીક મદદ મળવાથી આતંકી પ્રવૃત્તિ વિશે સચોટ માહિતી મળી રહી છે અને તેમની સૈન્ય ઓપરેશન પણ સફળ થઇ રહ્યા છે. આતંકીઓને હવે સ્થાનીક લોકોની મદદ ન મળવાથી રોષે ભરાઇ તેઓ સ્થાનીક લોકોને જ શિકાર બનાવી રહ્યા છે. પરંતુ એક હદે સુરક્ષા દળોની સક્રિયતા અને હાજરી તેમને રોકવામાં સફળ રહી છે.

બીજી તરફ પાકિસ્તાન કોરોના મહામારી જેવા સંકટમાં પણ આતંકીઓને ભારતમાં ઘૂસાડવાના યથાગ પ્રયત્ન કરી રહ્યુ છે, પાકિસ્તાની સેના એલઓસી પર સતત યુદ્ધ વિરામનો ભંગ કરી ગોળીબારી અને મોર્ટાર હુમલા કરી રહી છે.જેથી આતંકીઓ ભારતમાં પ્રવેશી શકે. જોકે એલઓસી અને પ્રદેશના અંદરના વિસ્તારોમાં તૈનાત સુરક્ષા દળોના જવાનો આતંકીઓ અને પાકિસ્તાની સેનાના કૃત્યોનો સામનો કરી જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

(12:00 pm IST)