Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

" સત શ્રી અકાલ ,જો બોલે સો નિહાલ " : અમેરિકામાં કોરોના વાઇરસના કહેર વચ્ચે શીખ સમૂહની સેવાઓથી પોલીસ ડિપાર્ટમેન્ટ ખુશ : પોલીસ ખટારી સાથે સ્થળ ઉપર જઇ સાયરન વગાડી શીખ કોમ્યુનિટીનો આભાર માન્યો

કેલિફોર્નિયા : અમેરિકામાં કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે પણ જાનના જોખમે વાઈરસગ્રસ્ત લોકોની  સેવાઓ કરવા બદલ તેમજ શહેરની હોસ્પિટલો ઉપરાંત  છેવાડાના વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ  લોકોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડવા બદલ શીખ લોકો ઉપર પોલીસ તંત્ર ખુશ થઇ ગયું હતું.
શીખોની નિસ્વાર્થ સેવાઓને બિરદાવવા પોલીસ ડિપાર્ટમેન્ટે પોતાના વાહનોમાં શીખ કોમ્યુનિટી પાસે જઈ તેઓને બિરદાવવા સાઇરન વગાડી આભાર વ્યક્ત કર્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:59 am IST)