Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

આ તસ્વીરો પરથી ચોક્કસ કહી શકાય કે

લેડીઝ - જેન્ટસ ટેઇલરો ડ્રેસ - પેન્ટની જોડી સાથે મેચીંગ-માસ્ક બનાવવા તૈયાર રહેઃ નવો ટ્રેન્ડ જોવાશે

બજારમાંથી અવાર નવાર માસ્ક ખરીદવાને બદલે ડ્રેસ સાથે મેચીંગ માસ્ક બનાવી પૈસા બચાવવાનો વ્યુહ અપનાવાશેઃ બજારના માસ્ક કરતા કાપડના માસ્ક મજબુત હશે. ધોઇને ફરી ઉપયોગ કરી શકાશે. જેથી લાભદાયી રહેશેઃ ભવિષ્યમાં મોટી કંપનીઓ લેડીઝ ડ્રેસ સાથે મેચીંગ માસ્ક અને પેન્ટ-શર્ટની જોડી સાથે શર્ટને મેચીંગ માસ્ક મળવા લાગશે તે દિવસો હવે દુર નથી

રાજકોટ તા. ર૮: વિશ્વ વ્યાપી કોરોના મહામારીને લઇને હવે લોકોનાથી બચવા સ્વસુરક્ષા માટે હાલનો માસ્કનો સહારો લઇ રહ્યા છે અને સમય જતા ધીરે ધીરે માસ્ક દૈનિક જીવનમાં વણાય જશે અને દરેક લોકો ઘેરથી માસ્ક પહેરીનેજ નીકળે તો નવાઇ લાગશે નહિં.

આમ માસ્ક જીવનમાં વણાય જશે તો વારેઘડીએ બજારમાંથી નવા માસ્ક ખરીદવાને બદલે કપડાના માસ્ક પર લોકો વધુ પસંદગી ઉતારશે કારણ કે તે એકંદરે બજારના માસ્ક કરતા સસ્તા પણ પડશે અને ટકાઉ પણ હશે. આર્થિક રીતે પણ ફાયદારૂપ રહેશે.

ખાસ કરીને સમય જતા લોકોની ક્રિએટીવીટી જાગૃત થતા લેડીઝ અથવા જેન્ટસ નવા કપડા-ડ્રેસ ખરીદી દરજીને સીવવા આપશે ત્યારે તે દરજીને લેડીઝ અથવા જેન્ટસ તેમના ગ્રાહકો વધેલા કાપડમાંથી માસ્ક બનાવી દેવાનું જણાવશે ત્યારે દરજીએ તેમના ગ્રાહકની માંગણી સંતોષીને માસ્ક બનાવી પણ આપવા પડશે.

સમય જતા ધીરે ધીરે દરેક લોકો નવા કપડા સીવડાવી પેન્ટ-શર્ટ અથવા લેડીઝ (બહેનો) ડ્રેસ સીવડાવે ત્યારે દરજીને તે કાપડ મુજબ એક અથવા બે માસ્ક બનાવી દેવાનું જણાવશે એટલે ધીરે ધીરે લોકો કપડા-ડ્રેસને મેચીંગ આકર્ષક કલર ડીઝાઇન સાથેના માસ્ક પહેરીને જોવા મળે તે સમય હવે દુર નથી!!

લોકડાઉનના સમયમાં લોકોને આવા વિસ્તાર આવતા મેચીંગ માસ્ક બનવા પણ લાગ્યા છે અને વોટસએપમાં પણ ડ્રેસ જેવા જ મેચીંગી ડીઝાઇનવાળા માસ્ક પહેરીને નીકળતી યુવતીઓ તેમજ પેન્ટ શર્ટની ડીઝાઇન મુજબના માસ્ક પણ વોટસએપમાં જોવા મળી રહ્યા છે.

મોટા ભાગના લોકો લોકડાઉન ખુલે અને મહિલાઓ ડ્રેસની ખરીદી અથવા જેન્ટસ યુવાનો પેન્ટ શર્ટની જોડી સીવડાવશે ત્યારે મેચીંગ-ડીઝાઇનીંગ માસ્ક બનાવવાની રાહ જોઇ રહ્યા છે.

રેડીમેઇડ શર્ટ બનાવતી કંપનીઓએએ રેડીમેઇડ શર્ટની સાથે કોથળી પેકીંગમાં શર્ટની ડીઝાઇનના માસ્ક પણ સાથે ગ્રાહકોને આકર્ષવા ગોઠવી દીધા છે.

સમય જતા તૈયાર ડ્રેસ બનાવતી કંપનીઓ પણ લેડીઝ ડ્રેસ સાથે ડ્રેસના મેચીઝ ડીઝાઇનેબલ માસ્ક પણ સાથે ગ્રાહકોને આકર્ષણ ડ્રેસ સાથે ફ્રીમાં આપશે તેવા દિવસો હવે દુર નથી.

(સંકલનઃ કે. એન. કારીયા)

(11:34 am IST)