Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

બે મહિના સુધી ફ્રીમાં જુઓ ટીવી : ટાટા સ્કાયની ઓફર

ફ્રી સર્વિસનો લાભ લેવા યુઝર્સે એક સાથે ૧૨ મહિનાનું રિચાર્જ કરાવવાનું રહેશે

મુંબઇ તા. ૨૮ : DTH યુઝર્સ માટે ખુશખબર છે. પોપ્યુલર ડીટીએચ કંપની TATA Sky પોતાના યુઝર્સને બે મહિના માટે ફ્રી સર્વિસ ઓફર કરી રહી છે. કંપનીએ જણાવ્યું કે તે લોન્ગ ટર્મ સબ્સ્ક્રીપ્શન પ્લાન લેવા પર બે મહિનાની ફ્રી સર્વિસ આપશે. ઓફર તમામ યુઝર એકિટવેટ કરાવી શકે છે પરંતુ તેના માટે કંપનીની કેટલીક શરતો પણ છે.

ટાટા સ્કાયની બે મહિનાની ફ્રી સર્વિસ લેવા માટે યુઝર્સે એક સાથે ૧૨ મહિનાનું રિચાર્જ કરાવાનું રહેશે. રિચાર્જ થયાના બે મહિનાની અંદર કંપની યુઝરના એકાઉન્ટમાં એક મહિનાનું કેશબેક અને સાત દિવસો માટે બીજા મહિનાનું કેશબેક ક્રેડિટ કરશે. આ ઓફર ૩૦ જૂન ૨૦૨૦ સુધી લાઇવ છે. કંપનીની આ ઓફરનો લાભ લેવા માટે યુઝર્સે સિટી બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પોતાનું ટાટા સ્કાય એકાઉન્ટ રિચાર્જ કરાવાનું રહેશે.

યુઝર્સને આ ઓફર વિશે સરળતાથી જાણ થાય તેના માટે પણ ટાટા સ્કાયે ખાસ વ્યવસ્થા કરી છે. જે યુઝર્સ ૧૨ મહિનાના રિચાર્જની કિંમત વિશે નથી જાણતા, તે યુઝર્સને તેની જાણકારી નાની રિચાર્જ અમાઉન્ટ એન્ટર કરવા પર મળી જશે. જો કોઇ યુઝર ૨૦૦ રૂપિયા રિચાર્જ અમાઉન્ટ એન્ટર કરે તો એલિજિબલ યુઝર્સને પોપઅપ દ્વારા ૧૨ મહિનાના રિચાર્જ અમાઉન્ટ અને ઓફર વિશે જણાવવામાં આવે છે. જો કોઇ યુઝર આ ઓફરને એકિટવેટ કરવા માગે તો પ્રોસીડ ટુ રિચાર્જ બટન પર કિલક કરીને સિટી બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવાનું રહેશે.

કંપની આ ઓફરને કેટલીક શરતો સાથે ઉપલબ્ધ કરાવી રહી છે. જે યુઝર પાસે પહેલાથી જ ટાટા-સ્કાય લોન્ગ ટર્મ સબ્સક્રીપ્શન છે, તેમને કંપનીએ સિટી બેન્ક કેશબેક ઓફરનો લાભ નથી આપી રહી. સાથે જ કંપનીએ તેમ પણ કહ્યું કે આ ઓફર ફકત વર્તમાન યુઝર્સ માટે ઉપલબ્ધ છે. ટાટા સ્કાય એકાઉન્ટ એકિટવેશન ડેટ પર કરાવવામાં આવેલા રિચાર્જ પર આ ઓફરનો લાભ નહી મળે.

(11:33 am IST)