Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

નેટફિલકસના મફત સબક્રિપ્શનવાળા મેસેજથી ચેતજોઃ કલીક ન કરવા પોલીસની સલાહ

લીંક ઓપન કરવાથી યુઝરનો બધો ડેટા સાયબર માફિયા પાસે જતો રહે છેઃ બેંકની વિગતો દ્વારા છેતરપીંડી કરાય છે

રાજકોટઃ તા.૨૮, લોકડાઉનમાં ઓનલાઇન ફ્રોડના બનાવોમાં ચોંકાવનારી હદે વધારો થઇ રહયો છે. હવે સાયબર ગઠિયાઓએ નવી તરકીબ અપનાવી છે. જે મુજબ ગઠિયાઓ ફ્રી નેટફિલકસ આપવાના બહાને મોબાઇલમાં મેસેજ અને તેની સાથે લીંક મોકલે છે. જે યુઝર્સ  ઓપન કરે તે સાથે જ તેનો બધો ડેટા ગઠિયા પાસે આવી જાય છે. અને તેમાંથી બેંકને લગતી વિગતો મેળવી ગઠિયાઓ ફ્રોડ કરે છે. આ  સ્થિતિમાં આવા ગઠિયાઓથી સચેત રહેવા સાયબર ક્રાઇમ પોલીસે અપીલ કરી છે. આ રીતે ભોગ બનેલા કેટલાક લોકોની અરજી સાયબર ક્રાઇમ પોલીસને મળી છે. હવે બીજા લોકો તેનો ભોગ ન બને તે માટે લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનનાં એક જ માસમાં ઓનલાઇન ફ્રોડની ૧૨૫થી વધુ ફરીયાદો રાજકોટના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળી છે. ઓનલાઇન ફ્રોડ કરનારા ગઠિયાઓ ઝડપથી હાથમાં આવતા નથી. પરીણામે બહુ ઓછા કિસ્સાઓમાં જ ભોગ બનનારા લોકોને તેમના નાણાં પરત મળે છે.

(11:33 am IST)