Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

દેશમાં કોરોનાના ૨૯,૬૦૦થી વધુ કેસ : મૃત્યુઆંક ૯૦૦ને પાર

મહારાષ્ટ્રમાં ૮૫૦૦થી વધુ કેસ : દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા ૩૦૦૦ને પાર : આંધ્રપ્રદેશમાં કુલ કેસ ૧૨૦૦ને પાર : તેલંગાણામાં સંક્રમિતોની સંખ્યા ૧૦૦૦ને પાર

નવી દિલ્હી તા. ૨૮ : દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રોકેટ ગતિએ વધી રહી છે. કોરોના સંક્રમિતોની સંખ્યા ૨૯,૬૬૩એ પહોંચી છે. બપોર સુધીમાં કોરોનાના કુલ ૨૦૫ નવા કેસ નોંધાયા તેમજ કુલ મૃત્યુઆંક ૯૪૦ થયો છે.

આંધ્રપ્રદેશમાં ૮૨ કેસ નવા નોંધાતા સંક્રમિતોની સંખ્યા ૧૨૫૯એ પહોંચી છે. કર્ણાટકમાં ૮ નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા ૫૨૦એ પહોંચી છે. તેમજ આસામમાં એક કેસની પુષ્ટિ થતા કુલ કેસ ૩૭ થયા.

મધ્યપ્રદેશમાં ૭૫ નવા કેસની પુષ્ટિ થઇ. ઇન્દોરમાં ઘાતક વાયરસથી હાહાકાર મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વાયરસ ચીનના વુહાનમાં ફેલાયેલા વાયરસ જેવો છે. ઇન્દોરના સેમ્પલ તપાસ માટે ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજી, પુણે મોકલવામાં આવ્યા છે ત્યાં બીજા રાજ્યોના સંક્રમિતોના સેમ્પલ સાથે ઇન્દોરના દર્દીઓના સેમ્પલની રખામણી કરાશે.

ઉત્તરપ્રદેશમાં ૧૧૩ લોકોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા. દિલ્હી બાદ ત્યાં પણ પ્લાઝમાં થેરાપી દ્વારા કોરોના સંક્રમિતોની સારવાર શરૂ થઇ છે. ઉત્તરપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા ૧૯૮૬એ પહોંચી છે.

મહારાષ્ટ્રમાં સંક્રમણના ૫૨૨ કેસ મળ્યા તેથી સંક્રમિતોની સંખ્યા ૮૫૯૦એ પહોંચી છે તેમજ મૃત્યુઆંક ૩૬૯એ પહોંચી છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે.

રાજસ્થાનમાં ૭૭ દર્દીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો. તેમાંથી જયપુરમાં ૧૯, ઝાલાવાડમાં ૯, ટોંકમાં ૮, જોધપુરમાં ૬, કોટામાં ૪, જ્યારે અજમેર, ભીલવાડા અને જેસલમેરમાં ૧-૧ દર્દીની પુષ્ટિ થઇ. બીજી બાજુ ૧૪ રાજ્યોમાં ફસાયેલા રાજસ્થાનના શ્રમિકોને લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. પ.બંગાળમાં ૪૮ નવા કેસ નોંધાયા છે તેથી સંક્રમિતોની સંખ્યા ૬૯૭એ પહોંચી છે.

બિહારમાં સંક્રમણના ૬૯ નવા કેસ સામે આવ્યા તેમાંથી મુંગેરમાં ૨૨, રોહતાસમાં ૧૬, ભોજપુરમાં ૭, પટણામાં ૬, ઔરંગાબાદ અને મધુબનીમાં ૫-૫ જ્યારે દરભંગા, સારણ, નવાદા, પુર્ણિયા અને નાલંદામાં ૧-૧ રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

દિલ્હીમાં સંક્રમિતોના ૧૯૦ કેસ સામે આવ્યા પાટનગરમાં અત્યાર સુધી ૩૭,૬૧૩ લોકોની તપાસ કરવામાં આવી ચૂકી છે. તેમાંથી ૨૯૧૮ સંક્રમિતની પુષ્ટિ થઇ છે. પાટનગરમાં પ્રત્યેક ૧૦  લાખ પર ૧૮૬૨ લોકોની તપાસ થઇ રહી છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ

 

 

રાજ્ય

કુલ કેસ  મૃત્યુઆંક

 

મહારાષ્ટ્ર

૮૫૯૦

૩૬૯

તામિલનાડુ

૧૯૩૭

૨૪

દિલ્હી

૩૧૦૮

૫૪

રાજસ્થાન

૨૩૨૮

૫૧

તેલંગાણા

૧૦૦૩

૨૫

મધ્યપ્રદેશ

૨૧૬૫

૧૧૦

ઉત્તરપ્રદેશ

૧૯૮૬

૩૧

આંધ્રપ્રદેશ

૧૨૫૯

૩૧

ગુજરાત

૩૫૪૮

૧૬૨

કેરળ

૪૮૨

જમ્મુ-કાશ્મીર

૫૪૬

કર્ણાટક

૫૨૦

૨૦

હરિયાણા

૩૦૧

પંજાબ

૩૩૦

૧૯

પ.બંગાળ

૬૯૭

૨૦

બિહાર

૩૪૬

ઓડિશા

૧૧૮

ઉત્તરાખંડ

૫૧

-

આસામ

૩૭

હિમાચલપ્રદેશ

૪૦

ચંદીગઢ

૪૫

-

છત્તીસગઢ

૩૭

-

લદ્દાખ

૨૦

-

ઝારખંડ

૧૦૩

અંદામાન નિકોબાર

૩૩

-

પોંડીચેરી

-

ત્રિપુરા

-

અરૂણાચલપ્રદેશ

-

મિઝોરમ

-

મેઘાલય

૧૨

(3:22 pm IST)