Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

વિશ્વમાં કોરોનાના કુલ કેસ ૩૦.૭૨ લાખ : મૃત્યુઆંક ૨,૧૧,૦૦૦થી વધુ

૨૪ કલાકમાં અમેરિકામાં ૧૩૦૩, ઇટાલીમાં ૩૩૩, ફ્રાંસમાં ૪૩૭, બ્રાઝીલમાં ૩૩૮ના મોત થયા છે : અમેરિકામાં મૃત્યુઆંક ૫૬ હજારને પાર : સંક્રમિતોની સંખ્યા ૧૦ લાખથી વધુ : ન્યૂયોર્કમાં ૧૮ હજારના મોત

વોશિંગ્ટન તા. ૨૮ : વિશ્વમાં કોરોનાના અત્યાર સુધીમાં ૩૦,૭૨,૮૬૩ કેસ નોંધાયા છે તેમજ મૃત્યુઆંક ૨,૧૧,૭૩૮ થયો છે તેમજ ૯,૨૨,૫૭૮ લોકો સ્વસ્થ થયા છે. અમેરિકામાં ૨૪ કલાકમાં ૧૩૦૩ લોકોના મોત થયા છે. અમેરિકામાં મૃત્યુઆંક ૫૬,૮૦૩એ પહોંચ્યો છે તેમજ દેશમાં સંક્રમિતોની ૧૦ લાખથી વધુ થઇ છે.

ઇટાલીમાં મૃત્યુઆંક ૨૬,૯૭૭એ પહોંચી છે તેમજ સંક્રમિતોની સંખ્યા ૧,૯૯,૪૧૪ થઇ છે. ઇટાલીમાં ૨૪ કલાકમાં ૩૩૩ લોકોના જીવ ગયા છે. ગઇકાલે સંક્રમણના એક હજારથી વધુ કેસ સામે આવ્યા છે. દેશમાં ૧૦ માર્ચથી લાગુ લોકડાઉન ૩જી મે સુધી વધારાયું છે. ઇટાલીમાં ૨૧ ફેબ્રુ.એ પ્રથમ કેસ નોંધાયો હતો.

ફ્રાંસમાં મૃત્યુઆંક ૨૩ હજારને પાર થયો છે. ૨૪ કલાકમાં ફ્રાંસમાં ૪૩૭ના મોત થયા છે અને સંક્રમણના ૩૭૬૪ નવા કેસ આવ્યા. સંક્રમિતોની સંખ્યા ૧,૬૫,૦૦૦ને પાર પહોંચી છે. દેશમાં છેલ્લા બે સપ્તાહથી મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. ફ્રાંસમાં ૧૭ માર્ચથી લોકડાઉન લાગુ છે.

ચીનમાં સંક્રમણના ૬ નવા કેસની પુષ્ટિ થઇ છે. ચીનમાં સંક્રમિતોની સંખ્યા ૮૨,૮૩૬ થઇ છે તેમજ એક પણ મોત નોંધાયુ નથી. ચીને મહામારીના બીજા ચરણના ડેરથી જીમ અને સ્વીમીંગ પુલને ફરી બંધ કરી દીધા છે. બીજી બાજુ સિંગાપોરમાં પણ મહામારી બીજા ચરણમાં પહોંચી ગઇ છે. ત્યાં સંક્રમણના કેસ ૧૪ હજારથી વધુ છે.

ન્યુઝીલેન્ડમાં સંક્રમણના બે નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા ૧૪૭૨ થઇ છે. ૧૧ મે એ સમીક્ષા બાદ આગળ નિર્ણય લેવાશે. ન્યુઝીલેન્ડમાં અત્યાર સુધીમાં ૧૯ના મોત થયા છે.

તુર્કીમાં ૧,૧૨,૨૬૧ સંક્રમણના કેસ નોંધાયા છે તેમજ ૨૯૦૦ મોત થયા છે. તુર્કીમાં અંદાજે ૯૫ના મોત થયા છે. જ્યારે સંક્રમણના ૨૧૦૦ નવા કેસ સામે આવ્યા છે. ઇઝરાયલ સરકારે ત્રણ મેથી શાળાને ચરણબધ્ધ રીતે ખોલવાનો નિર્ણય કર્યો છે. ઇઝરાયલમાં ૨૪ કલાકમાં ૧૧૨ નવા કેસની પુષ્ટિ થઇ છે. સંક્રમિતોની સંખ્યા ૧૫,૫૫૫ થઇ છે. દેશમાં ૨૦૪ના મોત થયા છે. બ્રાઝીલમાં કોરોના પ્રકોપ સતત વધતો જોવા મળી રહ્યો છે. બ્રાઝીલમાં સંક્રમિતોની સંખ્યા ૬૬ હજારથી વધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૬૧૩ કેસ સામે આવ્યા છે. એક દિવસમાં ૩૩૮ના મોત થયા છે. મૃત્યુઆંક ૪૬,૩૪૩ થઇ છે.

વિશ્વમાં કોરોનાની સ્થિતિ

અમેરિકા

કુલ કેસ   :  ૧૦,૧૦,૫૦૭

મૃત્યુઆંક  :  ૫૬,૮૦૩

ઇટાલી

કુલ કેસ   :  ૧,૯૯,૪૧૪

મૃત્યુઆંક  :  ૨૬,૯૭૭

સ્પેન

કુલ કેસ   :  ૨,૨૯,૪૨૨

મૃત્યુઆંક  :  ૨૩,૫૨૧

જર્મની

કુલ કેસ   :  ૧,૫૮,૭૫૮

મૃત્યુઆંક  :  ૬૧૨૬

ફ્રાંસ

કુલ કેસ   :  ૧,૬૫,૮૪૨

મૃત્યુઆંક  :  ૨૩,૨૯૩

લંડન

કુલ કેસ   :  ૧,૫૭,૧૪૯

મૃત્યુઆંક  :  ૨૧,૦૯૨

(3:21 pm IST)