Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

સવાસો જીલ્લામાં વેન્ટીલેટર નથીઃ દોઢસોમાં ICU બેડ નથી

ઉત્તરપ્રદેશ-બિહાર-મધ્યપ્રદેશમાં કોરોના સામેના જંગમાં મેડીકલ ઉપલબ્ધીની સ્થિતિ ચિંતાજનક

નવી દિલ્હીઃ દેશના ૧૨૩ જીલ્લા એવા છે જયાં વેન્ટીલેટર ઉપલબ્ધ નથી. જયારે ૧૪૩ જીલ્લા એવા છે જયાં ગંભીર સ્થિતિ સમયે ઉપયોગમાં લેવાતી આઇ.સી.યુ.ની એકપણ બેડ નથી. આમાંથી ૪૭ જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસો મળ્યા છે. જયારે ૧૮૩ જીલ્લા એવા છે જયાં ૧૦૦થી વધુ આઇસોલેશન બેડ નથી. કોરોના સામેની લડાઇમાં શસ્ત્રો વગરના આ જીલ્લામાં લગભગ ૬૦ જીલ્લા એવા છે જયાં કોરોના વાયરસ પહોંચી ચુકયો છે.

ઉત્તર પ્રદેશ, આસામ અને બિહારમાં આઇસોલેશન બેડ, આઇસીયુ બેડ અને વેન્ટીલેટર આ ત્રણેની ઉપલબ્ધી નિમ્નકક્ષાના એ છે. અહિં આ ત્રણેની કમી હોય તેવા જીલ્લાની સંખ્યા મોટી છે.

રાજસ્થાન પત્રીકાના હેવાલ મુજબ ઉત્તર પ્રદેશની સ્થિતિ સૌથી ખરાબ છે. ત્યાં ૭૫માંથી ૫૩ જીલ્લા એવા છે. જયાં ૧૦૦થી ઓછા આઇસોલેશન બેડ છે. તેમાય ૩૧ જીલ્લા એવા છે જયાં કોરોનાના ઘણા કેસો થયા છે. ઉ.પ્ર.ના ૩૪ જીલ્લામાં એકપણ આઇ.સી.યુ. બેડ નથી. જયાં ૧૯ જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ આવ્યા છેે.

બિહારના ૩૮માંથી ૨૦ જીલ્લામાં પણ ૧૦૦થી ઓછા આઇસોલેશન બેડ છે. જયાં ૯ જીલ્લામાં કોરોના પ્રવેસી ચુકયો છે.

આસામના ૩૩માંથી ૯ જીલ્લાની આ સ્થિતિ છે. આ ૯ જીલ્લામાં ૬ કોરોના પોઝીટીવ કેસ છે. કેબીનેટ સચિવની બેઠકમાં આ વિગતો બહાર આવી છે.

મધ્યપ્રદેશના ૫૫માંથી ૩૧ જીલ્લામાં એકપણ આઇસીયુ બેડ નથી. ત્યાં ૧૧ જીલ્લામાં કોરોના પોઝીટીવના કેસ આવ્યા છે.

બિહારના ૨૯ જીલ્લામાં એકપણ આઇસીયુ બેડ નથી. ત્યાં પણ ૧૦ પોઝીટીવ કોરોના આવેલ છે.

૨જી મે સુધીમાં મુંબઇમાં ઓકસીજન અને આઇસોલેશન બેડની અછત સર્જાશે તેવો ભય છે. મુંબઇમાં ૨૨૬૦ આઇસોલેશન બેડ છે. ત્યાં ૩૬૧૫ કેસ સામે આવી ચુકયા છે.

યુપીના ફિરોઝાવાદમાં ૩૦ આઇસોલેશન બેડ છે, ત્યાં ૬૨ કેસ છે.

 તો ગુજરાતના સુરતમાં ૨૫૩ બેડ છે. અને ૪૪૦ પોઝીટીવ કેસ હોવાનું પત્રિકા નોંધે છે.

(10:32 am IST)