Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

લોકડાઉનથી ઈકોનોમીને ૧૦ લાખ કરોડનું નુકસાન

ક્રિસીલે જીડીપીનું અનુમાન ઘટાડી ૧.૮ ટકા કર્યુ

મુંબઈ, તા. ૨૮ :. ઘરેલુ રેટીંગ એજન્સી ક્રિસીલે સોમવારે (૨૭ એપ્રિલે) ભારતની ૨૦૨૦-૨૧ આર્થિક વૃદ્ધિના પોતાના અનુમાનને લગભગ અડધુ કરીને ૧.૮ ટકા કરી દીધી. એજન્સીએ કહ્યું કે કોરોના વાયરસ પર નિયંત્રણ માટે કરાયેલા લોકડાઉનથી અર્થવ્યવસ્થાને ૧૦ લાખ કરોડનું નુકસાન થવાનું અનુમાન છે. આ નુકસાન વ્યકિત દીઠ લગભગ ૭૦૦૦ રૂપિયા જેટલું છે.

એજન્સીએ કોવિદ-૧૯ સંકટ દરમિયાન સરકારની અત્યાર સુધીની પ્રતિક્રિયાની ટીકા કરી છે અને કહ્યું છે કે સરકારી મદદમાં જોરદાર વધારો થવો જોઈએ. એજન્સીએ આ પહેલા ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જીડીપીમાં ૬ ટકાના વધારાનું અનુમાન કર્યુ હતુ. જેને માર્ચ અંતમાં ઘટાડીને ૩.૫ ટકા અને હવે ૧.૮ ટકા પર લાવી દીધુ છે.

અન્ય એક રેટીંગ એજન્સી ઈન્ડીયા રેટીંગ એન્ડ રિસર્ચ (ઈંડ-આરએ) એ પણ ભારતની ૨૦૨૦-૨૧ની આર્થિક વૃદ્ધિના અંદાજને વધુ ઘટાડીને ૧.૯ ટકા કરી દીધો છે. જે છેલ્લા ૨૯ વર્ષમાં સૌથી ઓછો છે.

(10:32 am IST)