Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોના સામે જંગઃ ભારત માટે રાહતના ન્યુઝ ર૦ દેશોની યાદીમાં હજુ પણ ૧૬માં ક્રમે

અમેરિકા કેસ-મોતના મામલે પ્રથમઃ સ્વીટઝરલેન્ડ કરતાં પણ આપણી સારી સ્થિતિ

નવી દિલ્હી તા. ર૮: કોરોનાથી અતિપ્રભાવિત ર૦ દેશોની યાદીમાં ભારત ૧૬માં નંબરે છે. ટોચના ૧૧ દેશોમાં દર્દીઓની સંખ્યા પ૦ હજારથી વધારે છે. અમેરિકા સૌથી વધારે દર્દીઓ અને મૃત્યુ સાથે પહેલા નંબરે છે. તેના પછી સ્પેન, ઇટલી, ફ્રાંસ, જર્મની અને બ્રિટન છે. ધરતીનું સ્વર્ગ અને ઓછી વસ્તીવાળા સ્વીત્ઝર્લેન્ડ કરતા પણ ભારત સારી સ્થિતિમાં છે.

 

ડબલ્યુએચઓ અને જોન હોષકીન્સ યુનિવર્સિટીના રિસોર્સ સેન્ટર અનુસાર ગઇકાલ સાંજ સુધી સ્વિત્ઝરલેન્ડ ૧પમાં નંબરે હતું. ત્યાં કોરોનાના પ્રથમ કેસને ૬૩ દિવસ થઇ ગયા હતા અને ર૯૦૬૧ દર્દીઓ હતા, ૧૬૧૦ના મોત થયા છે. જયારે ભારતીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર ભારતમાં ૮૯ દિવસમાં ર૭૮૯ર દર્દીઓ અને ૮૭રના મોત થયા છે.

ભારતમાં પહેલો કેસ ૩૦ જાન્યુઆરીએ જયારે સ્વિત્ઝરલેન્ડ રપ ફેબ્રુઆરીએ એટલે કે ભારતથી ર૬ દિવસ પછી મળ્યો હતો. આજે ૮૬ લાખની વસ્તીવાળો સ્વિત્ઝરલેન્ડ ૧૩૦ કરોડની વસ્તી ધરાવતા ભારત કરતા વધુ પ્રભાવિત છે. આંકડાઓ પર ધ્યાન આપીએ તો ત્યાં રોજના સરેરાશ ૪૬૧ દર્દીઓ આવ્યા અને રોજના સરેરાશ રપ મોત થયા છે. ભારતમાં રોજના ૩૧૩ દર્દીઓ અને નવ લોકોના મોત થયા છે.

(10:31 am IST)