Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

દુનિયામાં ૮૨.૧ કરોડ લોકો રોજ રાત્રે ભુખ્યા સુવે છે

૧૩.૫ કરોડ લોકો ભુખમરાનાં સંકટ અથવા તેનાથી પણ ખરાબ સ્તરનો સામનો કરી રહ્યા છે

નવી દિલ્હી, તા.૨૮: વિશ્વ ખાદ્ય કાર્યક્રમનાં પ્રમુખે કહ્યું કે તે દુનિયાનાં સૌથી અમિર દેશોનાં નેતાઓનાં સંપર્કમાં છે, અને તેમને એક મહત્વનો સંદેશ આપી રહ્યા છે, કે કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળો ફકત તેમનાં અર્થતંત્રને પ્રભાવિત કરી રહ્યો છે.

જો કે સંવેદનશીલ અને સંઘર્ષગ્રસ્ત દેશો પર પણ અસર કરી રહ્યા છે, જો આ અમિર લોકો સંયુકત રાષ્ટ્ર એજન્સીઓને આર્થિક મદદ કરવાનું બંધ કરશે તો તો આ ગરીબ દેશોનાં લાખો લોકો પણ ભુખમરાનો સામનો કરવા મજબુર થઇ જશે.

ડેવિડ બિસલેએ એસોસિએટેડ પ્રેસ સાથેની ચર્ચામાં કહ્યું કે તે નેતાઓને જણાવી રહ્યા છે કે તે નેતાઓને જણાવી રહ્યા છે કે પુરવઠાની ચેઇનને જાળવી રાખવી જરૂરી છે.

તેમાં વિવિધ પ્રકારની અડચણો જેવી કે પ્રતિબંધ, સરહદો અને બંદરોને બંધ કરવા, ખેતરોમાં ઉપજ ન થવી, અને માર્ગોને બંધ કરવા વગેરે મુશ્કેલીઓ છતાં ભુખમરાથી થનારા મોતને ટાળી શકીએ છીએ.

તેમણે કહ્યું કે હાલ સંપુર્ણ વિશ્વમાં ૮૨.૧ કરોડ લોકો રોજ રાત્રે ભુખ્યા સુવે છે. વધુ ૧૩.૫ કરોડ લોકો ભુખમરાનાં સંકટ અથવા તેનાથી પણ ખરાબ સ્તરનો સામનો કરી રહ્યા છે.

વિશ્વ ખાદ્ય કાર્યક્રમનું એક નવું આંકલન એ બતાવે છે, કે કોવિડ-૧૯નાં પરિણામસ્વરૂપ ૧૩ કરોડ લોકો ૨૦૨૦દ્ગક્નત્ન અંત સુધી ભુખમરાનો આરે આવી ગયા હશે.

બિસલેએ જણાવ્યું કે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ હેઠળ લગભગ ૧૦ કરોડ લોકોને દરરોજ ભોજન પુરૂ પાડવામાં આવે છે, જેમાંથી ૩ કરોડ લોકો એવા છે, જે સંપુર્ણ રીતે માત્ર વિશ્વ આરોગ્ય કાર્યક્રમ પર જ આધારીત છે.

તેમનાં અનુમાન મુજબ ખરાબમાં ખરાબ સ્થિતીમાં ૩૬ દેશમાં દુષ્કાળ પડી શકે છે, અને તેમાંથી ૧૦ દેશોમાંથી દરેક દેશમાં ૧૦ લાખથી વધુ લોકો પહેલાથી જ ભુખમરાનો સામનો કરી રહ્યા છે.

(9:48 am IST)