Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

લોકડાઉનમાં મંદિરોની આવકમાં ધરખમ ઘટાડો

ચેન્નઈ, તા.૨૮: કોરોના વાઇરસને કારણે ફેલાયેલી મહામારીને પગલે દેશભરમાં જાહેર કરવામાં આવેલા લોકડાઉનની અનેક ક્ષેત્રો પર અસર થઈ છે અને દેશના નાનામોટા મંદિરો પણ તેમાંથી બાકાત નથી રહ્યા.

લોકડાઉનને કારણે દાનપેટી ઓમાં દાન રૂપે આવતી રકમ બંધ થઈ ગઈ હોવાથી મંદિરોની આવકમાં કરોડો રૂપિયાનો ઘટાડો થયો છે.

કોરોનાની મહામારીને અંકુશમાં લેવા તમિલનાડુ સરકાર દ્વારા ૨૪મી માર્ચે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારથી દર્શન માટે મંદિરોના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હોવાને લીધે મંદિરો પાસે આવકનું બીજું કોઈ સાધન નથી રહ્યું. હાલની આર્થિક કટોકટીને અવગણીને અમુક મોટા મંદિરો પર ઓછી આવક ધરાવતા અન્ય મંદિરોનું સંચાલન કરવાનો ભાર આવશે. આવકની દૃષ્ટિએ મોટા મંદિરમાં વર્ગીકૃત કરવામાં આવેલા ૧૫૦ જેટલા મંદિરોની આવક સંપૂર્ણપણે બંધ છે, એમ હિન્દુ રિલિજિયસ એન્ડ ચેરીટેબલ એન્ડ ઓવમેન્ટ ખાતાના અધિકારીઓ એ કહ્યું હતું.

(9:48 am IST)