Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

દેશના 85 જિલ્લાઓમાં 14 દિવસોથી અને 16 જિલ્લાઓમાં 28 દિવસથી કોઇ કેસ નથી

નવી દિલ્હી : સ્વાસ્થ્ય  મંત્રાલયે કહ્યું કે દેશના 85 જિલ્લાઓમાં ગત 14 દિવસોથી કોઇ કેસ નોંધાયો નથી. 16 જિલ્લાઓમાં 28 દિવસથી કોઇ કેસ નોંધાયો નથી. મહારાષ્ટ્રનું ગોદિંયા, કર્ણાટકનું દાવનગેરે અને બિહારમાં લખી સરાય, આ ત્રણેય નવા જિલ્લા આ લિસ્ટમાં જોડાયા છે. જ્યારે ઉત્તર પ્રદેશના પીલીભીત અને પંજાબના એક જિલ્લામાં ફરી નવા કેસ આવ્યા છે.

(12:37 am IST)