Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ચીન અને સઉદીએ કોરોના સંક્રમણથી લડવા ર૬પ મિલિયન ડોલરની સંધિ પર હસ્તાક્ષર કર્યા : ચીન સઉદીને ૯૦ લાખ ઉચ્ચ સ્તરની કોરોના ટેસ્ટ કિટ, પ૦૦ પ્રશિક્ષિત લેબ ટેકનિશ્યન અને છ લેબોરેટરી આપશેઃ સઉદી દરરોજ ૬૦ હજાર ટેસ્ટ કરી શકશે

ચીન અને સઉદીએ કોરોના સંક્રમણથી લડવા ર૬પ મિલિયન ડોલરની સંધિ પર હસ્તાક્ષર કર્યા. આમાં બે હુયો યાન સ્તરની લેબ હશે જે દુનિયાની સૌથી આધુનિક મોબાઇલ લેબ છે. જેને કોઇ પણ સંક્રમિત શહેરમાં હવાઇ જહાજ, હેલિકોપ્ટર, ટ્રકથી લાવી શકાશે અને થોડી કલાકોમાં લગાવી શકાશે.

અલગ-અલગ શહેરમાં આમાં સંક્રમણની તપાસથી લઇ લોકોને કવોરોન્ટાઇન કરવા, સારવાર કરવી બધી સુવિધાઓ છે. લેબ દરરોજ દસ હજાર ટેસ્ટ અને રિપોર્ટ આપી શકે છે.

(12:00 am IST)