Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ચીનના વુહાન શહેરમાં હવે કોરોનાનો એક પણ દર્દી નથી : તમામને હૉસ્પિટલમાંથી રજા અપાઈ

વુહાનમાં શનિવાર સુધી સંક્રમિતોની સંખ્યા 46,452 હતી

 

ચીનના નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મી ફેંગે કહ્યું કે વુહાનમાં કોરોના વાઇરસથી સંક્રમિત કોઈ પણ દર્દી હવે હૉસ્પિટલમાં નથી. તમામને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

વુહાન ચીનનું શહેર છે, જ્યાંથી કોરોના વાઇરસના સંક્રમણની શરૂઆત થઈ હતી.

મીએ કહ્યું, "સ્વાસ્થયકર્મીઓની આકરી મહેનતના કારણે વુહાનમાં ભરતી કરાયેલાં તમામ સંક્રમિત ઠીક થઈને બહાર નીકળ્યા છે." વુહાનમાં શનિવાર સુધી સંક્રમિતોની સંખ્યા 46,452 હતી.

કહેવામાં આવી રહ્યું છે કે વુહાનથી આખી દુનિયામાં મહામારી ફેલાઈ અન હવે શહેરમાંથી પણ તમામ સંક્રમિત લોકો સ્વસ્થ થઈને હૉસ્પિટલની બહાર ગયા છે.

સંક્રમણના ફેલાવા પછી ચીનના હૂબે પ્રાંતનું શહેર 76 દિવસ સુધી સંપૂર્ણ રીતે બંધ હતું.

અહીં પહેલો કેસ ગત વર્ષના ડિસેમ્બર માસના વચ્ચેના દિવસોમાં આવ્યો હતો

(10:48 pm IST)