Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

અમેરિકામાં કોરોના બેકાબુ : સંક્રમણના કેસની સંખ્યા 10 લાખની નજીક : 55 હજારથી વધુ લોકોના મોત

અમેરિકામાં કોરોના વાયરસનાં કારણે થયેલા મોત વિશ્વમાં સૌથી વધુ

નવી દિલ્હી : અમેરિકામાં કોરોના વાયરસ બેકાબુ બની રહ્યો છે, આ વાયરસનાં સંક્રમણથી દેશભરમાં ભયનો માહોલ છે, દેશભરમાં મૃત્યુઆંક વ્હાઇટ હાઉસનાં અનુમાનથી પણ વધુ 60 હજારને પાર પહોંચી જશે, તેવું જણાય છે.

જ્યારે દેશભરમાં સંક્રમણનાં કેસ વધીને 10 લાખની નજીક પહોચ્યા છે, જ્યારે 55,519થી વધુ લોકોનાં મોત થયા છે, રવિવાર સુધી કોરોનાનાં 9,87,590 નવા પોઝિટિવ કેસ નોંધાયા, સંક્રમણનાં આ કેસ શનિવારની તુલનામાં 27,446 વધુ હતાં.

અમેરિકામાં કોરોના વાયરસનાં કારણે થયેલા મોત વિશ્વમાં સૌથી વધુ છે, અને એક અનુમાન મુજબ પોઝિટિવોની સંખ્યા 10 લાખથી વધુ થઇ શકે છે.

જો કે સારા સમાચાર એ છે કે 25 એપ્રિલથી સંક્રમણનાં નવા કેસમાં ઘટાડો થઇ રહેલો જોવા મળી રહ્યો છે. તે દિવસે સંક્રમણનાં 31,512 કેસ નોંધાયા હતાં. તેનાં એક દિવસ પહેલા 36,008 નવા કેસ આવ્યા હતાં.

(12:00 am IST)