Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

મે મહિનામાં શનિ-રવિ સહિત કુલ 13 દિવસ બંધ રહેશે બેંક

પહેલી મેં એ મજુર દિવસથી શરૂ કરીને 31મેં એ રવિવાર સુધીમાં 13 દિવસ બેન્ક બંધ રહેશે

નવી દિલ્હી :મે મહિનામાં બેંક 13 દિવસ સુધી બેંક બંધ રહેશે.  બેંકોથી જોડાયેલા જરૂર કામ પહેલા જ પૂર્ણ કરી લેવું જોઈએ કારણ કે બાદમાં કોઇ પણ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડે નહીં

કોરોના વાયરસની મહામારીને રોકવા માટે દેશવ્યાપી લૉકડાઉનમાં આમ તો બેંકો ખુલ્લી છે, પરંતુ આવતા મહિને એટલે કે મે મહિનામાં 13 દિવસ બેંકો બંધ રહેશે. એવામાં એક તો લૉકડાઉન અને ઉપરથી બેંક પણ બંધ રહેશે તો તમારા માટે સમસ્યા ઊભી થઇ શકે છે. એવામાં સારું રહેશે કે બેંકોથી જોડાયેલા કામ તમે પહેલાથી પૂર્ણ કરી દો, કારણ કે બાદમાં પરેશાનીઓનો સામનો કરવો પડે નહીં, ચલો તો જાણીએ કયા કારણોથી મે મહિનામા 13 દિવસ બેંક બંધ રહેશે.

1 મે મજૂર દિવસ છે, જેના કારણે દેશભરમાં બેંક બંધ રહેશે. 3 મે રવિવાર છે. 7 મે બુદ્ધ પૂર્ણિમા છે. આઠ મે રવીન્દ્રનાથ ટાગોરની જયંતી છે, 9 મે બીજો શનિવાર છે. 10 મે રવિવાર છે. 17 મે પણ રવિવાર છે. જેના કારણે બેંક બંધ રહેશે. આ ઉપરાંત 21 મે શબ એ કાદર છે, 22 મે જુમ્મત ઉલ વિદા છે, 23 મે ચોથો શનિવાર છે, 24 મે રવિવાર છે., 24 મે ઇદ છે. જ્યારે 31 મે રવિવાર છે.

(12:00 am IST)