Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

" વેલકમ બેક ટુ સ્કુલ " : ચીનની રાજધાનીમાં સ્કૂલો ચાલુ : સ્ટુડન્ટ્સ ખુશખુશાલ: મોટા ભાગના શહેરોમાં જનજીવન સામાન્ય

બેજિંગઃ : ચીનની રાજધાની બેજિંગ તથા શાંઘાઈમાં આજ સોમવારથી સ્કૂલો ચાલુ થઇ ગઈ છે.તેથી સ્ટુડન્ટ્સ ખુશખુશાલ થઇ ગયા છે.કારણકે લાંબા  સમય પછી તેઓને પોતાના મિત્રો સાથે અભ્યાસ કરવાની તથા આનંદ માણવાની તક મળી છે.જોકે અગાઉના અને હાલના સંજોગોમાં કોઈ તફાવત હોય તો તે માસ્કનો છે.જે હવે ફરજીયાત થઇ ગયું છે.
જે દેશને સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ફેલાવવા માટે જવાબદાર ગણવામાં આવે છે તે ચીન દેશે કોરોના વાઇરસના કહેરમાંથી મુક્તિ મેળવી લીધી છે.અને દેશના મોટા ભાગના વિસ્તારોમાં જનજીવન સામાન્ય થવા લાગ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(5:39 pm IST)