Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

ચીન તરફની વિશ્વની નફરતનો લાભ લેવાની તક : વિદેશી રોકાણો આકર્ષવાનો તથા એક્સપોર્ટ દ્વારા આર્થિક વિકાસ સાધવાનો મોકો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

ન્યુદિલ્હી : સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ફેલાવવાના આક્ષેપને કારણે દુનિયાના દેશોમાં ચીન તરફ નફરત વધી રહી છે.જે બાબત ભારત માટે મોટી તક સમાન છે.તેમ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું

તેમણે ઉમેર્યું હતું કે દેશનું અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરને આંબી જાય તે માટે હવે આગામી દિવસોમાં વિદેશી રોકાણો આકર્ષવાનો  અને નિકાસમાં વધારો કરવાનો આપણા માટે ઉત્તમ મોકો છે.જે અંગે તેમણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને દેશના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને અપીલ કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:06 pm IST)