Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

રાજકોટના સુપ્રસિદ્ધ ડો.પ્રવિણ સેદાણીના ધર્મપત્નિ ઈલાબેનનું અમેરિકામાં દુઃખદ નિધન

છેલ્લા કેટલાક સમયથી અમેરીકામાં સ્થાયી છે : લૌકિક વ્યવહાર રાખેલ નથી

રાજકોટ, તા. ૨૭ : રાજકોટના સુપ્રસિદ્ધ ડો.પ્રવિણ વ્રજલાલ સેદાણી (દિનેશભાઈ) જે હાલ લોસ એન્જલસ અમેરીકામાં સ્થાયી છે. તેમના ધર્મપત્નિ ઈલાબેન પ્રવિણભાઈ સેદાણીનું ૭૦ વર્ષની વયે તા.૨૫-૪-૨૦૨૦ના શનિવારે અમેરિકા ખાતે દુઃખદ અવસાન થયેલ છે. સ્વ.ઈલાબેન સેદાણીએ કોમ્પ્યુટર નિષ્ણાંત અને ઈનટેલી મીડિયા ટેક પ્રા.લી.ના ઓનર શ્રી દર્શનભાઈ સેદાણી તેમજ શ્વેતાબેન દવે (સેદાણી)ના માતુશ્રી છે તથા ફુલછાબ પ્રેસના ખ્યાતનામ ફોટોગ્રાફર સ્વ. ગુણવંતભાઈ સેદાણી, મોરબીની આટ્ર્સ કોલેજના રીટાયર્ડ પ્રો.હરીનભાઈ સેદાણી અને એ.વી.પી.ટી. કોલેજના રીટાયર્ડ પ્રો.શશીકાન્તભાઈ સેદાણી તથા જાણીતા વિડીયોગ્રાફર શ્રી તરૂણભાઈ સેદાણીના ભાભી થાય છે. એ ઘણા વર્ષો સુધી રાજકોટ ખાતે મોટી ટાંકી ચોકમાં અને અકિલા પ્રેસની સામે પોતાના દવાખાનામાં અનેક ગરીબ દર્દીઓના રોગનું ઉત્તમ નિદાન કર્યુ છે. જૂના રાજકોટ વાસીઓને ખ્યાલ જ હશે કે અકિલા પ્રેસની સામેની શેરી તરીકે વર્ષો સુધી ઓળખાતી રહી છે. સ્વ.ઈલાબેન સેદાણી પણ રાજકોટમાં જાણીતા ડાયટેશીયન હતા અને હેલ્થ કલબ પણ ચલાવતા હતા.

રાજકોટ નિવાસી હાલ અમેરીકા ડો.પ્રવિણ વ્રજલાલ સેદાણી (દિનેશભાઈ)ના ધર્મપત્નિ શ્રીમતી ઈલાબેન પ્રવિણભાઈ સેદાણી (ઉ.વ.૭૦) તે સ્વ.ગુણવંતભાઈ સેદાણી (પ્રેસ ફોટોગ્રાફર), પ્રો.હરીનભાઈ સેદાણી, પ્રો.શશીકાંતભાઈ સેદાણી, તરૂણભાઇ સેદાણી (રાજકોટ)ના ભાભી તથા દર્શન સેદાણી (અમેરીકા), શ્વેતા દવે (અમેરીકા)ના માતુશ્રી જયંતિભાઈ તથા લીલાબેન સુચકના સુપુત્રી, ડો.અતુલભાઈ સુચક (અમેરીકા)ના બહેનનું તા.૨૫-૪-૨૦૨૦ના શનિવારના રોજ અમેરીકા ખાતે દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની લૌકિકક્રિયા તેમજ ઉઠમણંુ, બેસણું, સાદડી, પ્રાર્થનાસભા વર્તમાન સંજોગોને આધીન રાખેલ નથી. ડો.પ્રવિણભાઈ સેદાણી (અમેરીકા) મો.+૧ (૫૬૨) ૮૩૩-૦૬૭૭, પ્રો.શશીકાંતભાઈ તથા હસુતાબેન સેદાણી (રાજકોટ) મો.૯૮૨૫૩ ૧૯૧૪૮.

સેદાણી પરિવારને અકિલા પરિવાર સાથે દાયકા જૂનો નાતો છે. 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, 'અકિલા'ના વેબ એડીશનના તંત્રી શ્રી નિમીષભાઈ ગણાત્રા, શ્રી રાજુભાઈ ગણાત્રા તેમજ સમગ્ર અકિલા પરિવારે બે મિનિટ મૌન રાખી સદ્દગત ઈલાબેનને શ્રદ્ધાંજલી અર્પી હતી.

(12:57 pm IST)