Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોરોના વાઇરસના કહેરમાંથી મુક્ત થઇ રહેલું ન્યુઝીલેન્ડ : લોકડાઉનમાંથી ક્રમશઃ મુક્તિ આપવાની શરૂઆત કરી

ન્યુઝીલેન્ડ : સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના કહેર સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ન્યુઝીલેન્ડ તેને મહાત કરવામાં સફળ થઇ રહ્યું હોવાનું જાણવા મળે છે.
પાંચ સપ્તાહ જેટલા લોકડાઉનના સંઘર્ષ પછી કોરોના વાઇરસ ઉપર કાબુ મળી જતા અને નવા કેસો નહીં નોંધાતા પ્રાઈમ મિનિસ્ટર  જેસીન્ડાએ લોકડાઉનમાંથી ક્રમશઃ મુક્તિ આપવાનું શરૂ કરી દીધું છે.
ટૂંક સમયમાં વ્યવસાયો તેમજ સ્કૂલો પણ શરૂ થઇ જશે તથા નોર્મલ જીવન શરૂ થઇ શકશે તે માટે તેઓ આશાવાદી હોવાનું જાણવા મળે છે.

(12:27 pm IST)