Gujarati News

Gujarati News

News of Tuesday, 28th April 2020

કોવિદ-19 : સૌથી વધુ અસરગ્રસ્ત દેશો સ્પેન અને અમેરિકાએ લોકડાઉનમાં છૂટછાટ મુકવાનું શરૂ કર્યું : સ્પેનમાં 14 વર્ષથી વધુ ઉંમરના બાળકોને બહાર રમવા જવાની મંજૂરી : અમેરિકામાં છૂટછાટનો નિર્ણય જે તે રાજ્યના ગવર્નર ઉપર છોડાયો

યુ.એસ.: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીથી સૌથી વધુ અસરગ્રસ્ત થયેલા દેશો પૈકી સ્પેન અને અમેરિકાએ લોકડાઉનમાં છૂટછાટ આપવાનું શરૂ કરી દીધું છે.જે મુજબ સ્પેનમાં 14 વર્ષથી વધુ ઉંમરના બાળકોને બહાર રમવા જવાની મંજૂરી આપવામાં આવી છે.જયારે અમેરિકામાં જે તે રાજ્યોના ગવર્નરોને નિર્ણય લેવા સત્તા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જ્યાંથી કોરોના વાઇરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો હોવાનું માનવામાં આવે છે તે ચીન દેશના વુહાનમાં હવે એક પણ કોરોના વાઇરસનો કેસ ન હોવાનું જાણવા મળે છે.

(12:08 pm IST)