Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

છત્તીસગઢઃ સુકમામાં ૧૧ નકસલીઓ ઠારઃ અનેક ઘાયલ

પોલીસને નકસલીઓના કેમ્પની બાતમી મળતા જ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી કર્યા હુમલો

સુકમા, તા.૨૮ : છતીસગઢના સુકમા જીલ્લામાં આજે સવારે પોલીસે નકસલી કેમ્પ પર હુમલો કરીને ૧૧ નકસલીઓને ઠાર કર્યો છે. જેમાંથી ૨ ના મૃતદેહો જ હજુ મળ્યા છે. પોલીસે કેમ્પને ધ્વસ્ત કરી દીધા છે અને ઘટનાસ્થળેથી ૧૧ બંદુકો અને ભારે માત્રામાં વિસ્ફોટકો જપ્ત કરાયા છે. ડીઆઇજીપી સુંદરરાજે જણાવ્યું કે સુચના મળી હતી કે બુટકાપાલ ક્ષેત્રના જંગલમાં નકસલીઓએ કેમ્પ બનાવ્યો છે. ડીઆરજી તેમજ ડીએફનું સંયુકત બળ રવાના કરાયું અને યોજનાબધ્ધ રીતે વિસ્તારની ઘેરાબંધી કરાય.

પોલીસી હાજરી મળતા જ નકસલીઓએ ગોળીબારી શરૂ કરી દીધી.  જવાબી કાર્યવાહીમાં પોલીસબળે પણ મોર્ચો સંભાળતા જ ફાયરીંગ કર્યું. તેઓએ જણાવ્યું કે ઘટનાસ્થળેથી જપ્ત ૧૧ બંદુકો તેમજ મુઠભેડ સ્થળ પર મળેલા નિશાનથી પ્રમાણિત થાય છે કે મુઠભેડમાંથી ઓછામાં ઓછા ૧૧ નકસલી માર્યા ગયા છે. અને તેઓએ જણાવ્યું કે ૧૧ નકસલીઓના ઠારની વાત અંગેની પણ પુષ્ટિ થાય છે કે નકસલી કયારેય પણ શસ્ત્રો મૂકીને જતા નથી અને ૧૧ બંદુકોને મળવું પૂરાવારૂપી છે.(૨૩.૯)

 

(4:10 pm IST)