Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

૯ હજાર નેપાળીઓનો ખાસ દરજ્જો અમેરિકાએ સમાપ્ત કર્યો

વોશિંગ્ટન તા. ૨૮ : ટ્રમ્પના વહીવટીતંત્રે અમેરિકામાં રહેતા ૯,૦૦૦ નેપાળી નાગરિકોને આપવામાં આવેલા વિશેષ સંરક્ષણનો અંત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને ૨૦૧૯ના ૨૪ જૂન સુધીના સમયમાં દેશ છોડી જવાનો અથવા દેશમાં રહેવાનો બીજો માર્ગ શોધી લેવાનું જણાવવામાં આવ્યું હોવાનું ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિકયોરિટી દ્વારા શુક્રવારે જણાવવામાં આવ્યું હતું.

હંગામી સંરક્ષણનો દરજ્જો એટલે કે ટીપીએસ માનવીય કટોકટી જેવી કે હિંસક સંઘર્ષ, પર્યાવરણને લગતી આફત, જેવી કે ભીષણ ધરતીકંપ અથવા સંક્રામક કે ચેપી રોગચાળા જેવી પરિસ્થિતિમાં સંબંધિત દેશના નાગરિકોને માનવતાના ધોરણે આપવામાં આવે છે.

નેપાળમાં ૨૦૧૫ના એપ્રિલમાં થયેલા ભીષણ ભૂકંપમાં ૮,૦૦૦થી વધુનાં મોત નીપજયાં પછી ઓબામાના વહીવટીતંત્ર દરમિયાન નેપાળીઓને વિશેષ દરજજો આપવામાં આવ્યો હતો. અને ૨૦૧૬ના ઓકટોબરમાં તેની મુદત ૧૮ મહિના સુધી લંબાવવામાં આવી હતી. ટ્રમ્પના નિર્ણયની ૮,૯૫૦ લોકોને અસર થશે, જે પૈકી ૮૫ ટકા નેપાળીઓન્યૂ યોર્કમાં રહે છે.(૨૧.૫)

(12:24 pm IST)