Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

અદાણીએ રાજસ્‍થાનમાં શરૂ કર્યો૧૮૦ મેગાવોટનો સોલાર પ્‍લાંટ

જયપુર તા. ર૮: અદાણી ગ્રીન એનર્જીએ રાજસ્‍થાનના જેસલમેરના દેવીકોટમાં ૧૮૦ મેગાવોટનો સોલર પ્‍લાંટ શરૂ કર્યો છે. આ પ્‍લાંટના સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્‍ડીયા સાથે રપ વર્ષના પાવર પરચેઝ એગ્રીમેન્‍ટ (પીપીએ) છે. તેનાથી દર વર્ષે લગભગ પ૪૦ મીલીયન યુનિટ વીજ ઉત્‍પાદન થશે, જે ૧.૧ લાખથી વધારે ઘરોને જરૂરી વીજળી જેટલી છે. પ્‍લાંટમાં નેકસ્‍ટ જનરેશનના બાય ફેસીયલ સોલર પીવી મોડયુલો લગાવાયા છે. જે સૂર્યપ્રકાશને બન્‍ને તરફથી ગ્રહણ કરે છે.

સાથેજ આ પેનલને એક ખાસ પ્રકારે ફરતી મીકેનીઝમ (હોરીઝન્‍ટલ સિંગલ એકસીસ ટ્રેકર) પર રાખવામાં આવી છે. આ મીકેનીઝમ આખો દિવસ સૂર્ય તરફ ફરતી રહે છે જેથી વધુમાં વધુ સૂર્યપ્રકાશ મળે છે અને વીજ ઉત્‍પાદન વધારે થાય છે. આ પ્‍લાંટ પાણી વગરના રોબોટીક મોડયુલ કલીનીંગ સીસ્‍ટમથી સજજ છે, જે જેસલમેરના રણ પ્રદેશમાં જળ સંરક્ષણને સક્ષમ બનાવશે.

(3:59 pm IST)