Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

પહેલાસ્ત્રી મિત્રને બ્‍લેડથી મોતને ઘાટ ઉતારી : યુવકનો પણ આત્‍મહત્‍યાનો પ્રયાસ

નાની વાતે પકડયુ મોટુ સ્‍વરૂપ

નોઇડા,તા.૨૮ : ગૌતમ બુધ્‍ધ નગર જીલ્લામાંથી ગુનાનો સનસની ખેજ મામલો સામે આવ્‍યો છે. જેમાં એક યુવકે પોતાનીસ્ત્રી મિત્રને બ્‍લેડ મારી હત્‍યા કરી અને ત્‍યારબાદ પોતાને પણ બ્‍લેડ વડે ઇજા પહોંચાડી આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો છે. ઘટનાની વિગત મુજબ બલીયાનો રહેવાસી ધનંજય છેલ્લા બે વર્ષથી છિજારસી રહેતો હતો. હોળીના બે દિવસ પહેલા તેના જ ગામની તેની મહિલા મિત્ર ૨૨ વર્ષીય નિશા તેના રૂમ પર આવી હતી. બંને સાથે હોળી ઉજવી હતી. ત્‍યારબાદ બંને વચ્‍ચે કોઇ વાતને લઇને વિવાદ થતા ધનંજયે બ્‍લેડથી નિશા ઉપર હુમલો કર્યો હતો. જેથી નિશાનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. ઘાયલ ધનંજયને હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:56 pm IST)