Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ન ટોલ પ્‍લાઝા... ન ફાસ્‍ટેગ... નવી સિસ્‍ટમ આવી રહી છે

નવી સેટેલાઇટ બેઝ ટોલ સિસ્‍ટમ લાગુ થશે : વાહન માલિકો હાઇવે પર જેટલા લાંબા સમય સુધી વાહન ચલાવશે તેટલો વધુ ટોલ ટેક્‍સ તેમની પાસેથી વસૂલવામાં આવશે : કેન્‍દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ વસૂલાત સિસ્‍ટમને લઇને મોટી જાહેરાત કરી

નવી દિલ્‍હી તા. ૨૮ : કેન્‍દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલને લઈને એક મોટી માહિતી શેર કરી અને તેમણે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં ટોલ નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. તેની જગ્‍યાએ નવી સિસ્‍ટમ કામ કરશે. કેન્‍દ્રીય મંત્રીએ એક્‍સ પ્‍લેટફોર્મ પર આ માહિતી આપી.

નવી ટોલ કલેક્‍શન સિસ્‍ટમ સેટેલાઇટ આધારિત હશે અને ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જો કે હજુ સુધી કોઈ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી. આ સિસ્‍ટમ હેઠળ, હાઇવે પર વપરાશકર્તાઓ દ્વારા આવરી લેવામાં આવેલા કિલોમીટર અનુસાર, તેમના બેંક ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ જશે. તેનાથી યુઝર્સને બચત કરવાનો મોકો પણ મળશે.

કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ડિસેમ્‍બરની શરૂઆતમાં કહ્યું હતું કે નેશનલ હાઇવ ઓથોરિટી ઓફ ઇન્‍ડિયાનું લક્ષ્ય માર્ચ ૨૦૨૪ સુધીમાં નવી સિસ્‍ટમ દાખલ કરવાનું છે. તેની મદદથી ટોલ પ્‍લાઝા પર લાગતો સમય ઘટાડવાનો છે.

અગાઉ, FASTag શરૂ કરવામાં આવ્‍યું હતું, જે ઇલેક્‍ટ્રોનિક ટોલ કલેક્‍શન સિસ્‍ટમ હતી. તેની મદદથી યુઝર્સ ઓટોમેટિક ટોલ પેમેન્‍ટ કરી શકે છે. તેની મદદથી, ટોલ પ્‍લાઝા પર રાહ જોવાનો સમય ઘટાડીને સરેરાશ ૪૭ સેકન્‍ડ કરવામાં આવ્‍યો હતો, અગાઉ ટોલ ટેક્‍સમાં લેવાતો સરેરાશ સમય સેકન્‍ડ હતો.

ફાસ્‍ટેગ એ ઈલેક્‍ટ્રોનિક ટોલ કલેક્‍શન સિસ્‍ટમ છે. તેમાં રેડિયો ફ્રીક્‍વન્‍સી આઇડેન્‍ટિફિકેશનટેક્‍નોલોજી છે, જેની મદદથી તે ટોલ પ્‍લાઝા પર ઓટોમેટિક ટોલ પેમેન્‍ટ કરે છે. તે કાર અથવા અન્‍ય વાહનની વિન્‍ડ સ્‍ક્રીન પર ઇન્‍સ્‍ટોલ કરેલું છે

(11:07 am IST)