Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

દિલ્લીઃ હિંસા વચ્‍ચે મુસ્‍લિમ પડોશીઓએ કરી પહેરેદારીઃ યુવતીના કરાવ્‍યા લગ્નઃ યુવતીએ રડતા રડતા કહ્યું મારા મુસ્‍લિમ ભાઇ મને બચાવી રહ્યા છે

            દિલ્લીના ઘણ ભાગમાં જયારે મંગળવારના હિંસા ફેલાઇ ચુકી હતી આ સમયે હાથોમાં મહેંદી લગાવી દુલ્‍હનના રુપમાં ર૩ વર્ષની સાવિત્રી પોતાના ઘરમા બેસી ચોધાર આંસુએ રડતી હતી. પોતાના લગ્નના દિવસે ઘરની બહારથી સડકો પરથી આવી રહેલી ગોળીઓ અને બોંબના અવાજો એને સતત ડરાવતા હતા.  સાવિત્રીના પિતાએ હિંસાને લઇ એક દિવસ માટે લગ્ન ટાળી દીધા હતા પણ આગલા દિવસે પણ હિંસા અટકી ન હતી.

એવામાં મુસ્‍લિમ પડોશીઓએ ઘરની ચોકીદારી કરી અને સાવિત્રીની અને તેના મંગેતર ગુલશન સાથે લગ્ન કરાવ્‍યા. લગ્ન પછી સાવિત્રીના પિતા બોલ્‍યા કે એમના મુસ્‍લિમ પડોશી એમના પરિવારની જેમ છે. અને એમની હાજરીમાં તે સુરક્ષિત મહસુસ કરે છે.

સમચાર એજન્‍સી રોયટર્સ સાથે વાત કરતા નવવિવાહિતા સાવિત્રી બોલી મારા મુસ્‍લિમ ભાઇઓ મને બચાવી રહ્યા છે. આ વાત કરતા તે ચોધાર આંસુએ રડી પડી હતી અને તેના ઘરવાળા અને પડોશી એમને સંભાળવા લાગયા.સાવિત્રીના પિતા ભોલેપ્રસાદએ કહ્યું કે તે આ વિસ્‍તારમા મુસ્‍લિમ પડોશીઓ સાથે ઘણા વર્ષોથી રહે છે અને કયારેય કોઇ સમસ્‍યા નથી થઇ.

(11:44 pm IST)