Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

હરિયાણાના બહાદુરગઢમાં કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટતા ચાર લોકોના કરૂણમોત : 30થી વધુ ઘાયલ

વિસ્ફોટ એટલો ભયાનક થયો કે ત્રણ માળની ઇમારત તુટી પડી: આસપાસની કેહર ફેક્ટરી આગની લપેટમાં

જઝ્ઝર: રાજધાની બોર્ડર પર રહેલા હરિયાણાનાં બહાદુરગઢમાં એક ફેક્ટરીનું બોઇલર ફાટવાને કારણે 4 લોકોનાં મોત નિપજ્યા છે  બહાદુરગઢ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે આ દુર્ઘટના થઇ. હતી આ દુર્ઘટનામાં 30થી વધારે લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે.

 બોઇલર ફાટ્યા બાદ વિસ્ફોટ એટલો ભયાનક થયો કે ત્રણ માળની ઇમારત તુટી પડી હતી. ત્યાર બાદ ફેલાયેલી આગના કારણે આસપાસની 4 ફેક્ટ્રીઓમાં પણ આગ લાગી ગઇ હતી. 
  મળતી માહિતી મુજબ અનેક મજુરો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. હજી સુધી 30થી વધારે મજુરોને બહાર કાઢવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં તમામને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસ, સ્થાનિક તંત્ર, ફાયરબ્રિગેડ અને બચાવદળ ઘટના સ્થળ પર રાહત અને બચાવકામગીરી કરી રહ્યા છે. છે.

(10:18 pm IST)