Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

દિલ્હી હિંસા : તરત વળતર આપવાનું શરૂ કરાયેલું કાર્ય

વળતરના અન્ય ચેક ઝડપથી અપાશે : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ : દિલ્હીના નાયબ રાજ્યપાલ અનિલ બેજલ પણ અસરગ્રસ્તો વચ્ચે

નવી દિલ્હી, તા.૨૮ : ઉત્તરપૂર્વીય દિલ્હીમાં વ્યાપક હિંસા થયા બાદ આમ આદમી પાર્ટીના નેતા તાહિર હુસૈન સામે કાર્યવાહીના દોર વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું હતું કે, અસરગ્રસ્તો સુધી તમામ રાહતો તાત્કાલિક ધોરણે પહોંચડવાનો નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, સરકારે ઉત્તરપૂર્વીય દિલ્હીમાં હિંસાગ્રસ્ત લોકો માટે આવાસની વ્યવસ્થા કરી છે. કેજરીવાલે કહ્યું હતું કે, નવ રેનબસેરામાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોના આવાસ સંપૂર્ણપણે નાશ પામ્યા છે તે લોકો માટે સ્થાનિક કોમ્યુનિટી સેન્ટરો ખોલવામાં આવ્યા છે. અથવા તો જે લોકો ઘરે જવા માટે ઇચ્છુક નથી તેમના માટે પણ લોકલ કોમ્યુનિટિ સેન્ટરો ઉપલબ્ધ રહેશે.

          જો રૂ પડશે તો લોકો માટે વધારે પ્રમાણમાં કામચલાઉ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. વળતરની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે આપવાની રૂઆત કરવામાં આવનાર છે. કેજરીવાલે કહ્યું હતું કે, રમખાણ પીડિતોને રાહત પહોંચાડવાની પ્રક્રિયા તીવ્ર કરવામાં આવી છે. ૧૮ એસડીએમ તૈનાત કરવામાં આવ્યા છે. ભોજનની મોટાપાયે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અનેક ટ્રક મોકલવામાં આવી છે. ૨૫૦૦૦ રૂપિયા આવતીકાલથી આપવાની રૂઆત કરાશે. બાકીના વળતરના ચેક પણ વહેલીતકે આપવામાં આવશે. ચાંદબાગ દિલ્હીમાં જે વિસ્તારમાં આઈબી કર્મચારી અંકિત શર્માનો મૃતદેહ મળ્યો હતો તે વિસ્તારમાં ફોરેન્સિક ટીમ પહોંચી ચુકી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજીનામુ આપી દેવું જોઇએ કે કેમ તે અંગે પૂછવામાં આવત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે, હાલમાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તે રૂરી છે.

        રાષ્ટ્રીય બાબતો પછી કરવામાં આવી શકે છે. મમતાનું કહેવું છે કે, દિલ્હી રમખાણોમાં જે ખુવારી થઇ છે તે દુખદ છે. પ્રકારની હિંસક ઘટનાઓ હજુ જોઈતી હતી. પોલીસ અધિકારી અને આઈબી ઓફિસરના મોત થયા છે. પીડિતોના પરિવારને મદદ આપવામાં આવી રહી છે. ઉત્તરપૂર્વીય દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પણ જુદી જુદી મસ્જિદોના ઇમામ સાથે  વાતચીત થઇ રહી છે. વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા માટે મદદ લેવામાં આવી શકે તે ખુબ રૂરી છે. દિલ્હીમાં સ્થાનિક મુદ્દાઓ પર હવે રાજનીતિની રૂઆત થઇ ચુકી છે. બીજી બાજુ દિલ્હીના નાયબ રાજ્યપાલ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. લોકો સાથે વાતચીત કરી હતી. વિપક્ષના નેતાઓ દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખીને શાંતિ સ્થાપિત કરવા માટે દરમિયાનગીરીની માંગ કરી છે.

(7:45 pm IST)