Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પરીક્ષાની સિઝનમાં 'મેમરી પાવર'વધારવાના નામે ફેક દવાઓનું વેચાણ

યાદશકિત વધારનારી કોઇ દવા હોતી નથીઃ ડોકટરોનો મત

નવી દિલ્હી તા. ર૮: પરીક્ષાઓ નજીક આવે અને દવાની દુકાનોમાં યાદશકિત વધારવાના નામે દવાઓનું વેચાણ વધી જાય છે. ડોકટરોનું કહેવું છે કે આવી દવાઓના સેવનથી વિદ્યાર્થીઓની યાદશકિત કયારેય વધતી નથી. તેમને શારીરિક રીતે નુકશાન ઉઠાવવું પડે છે. યુવાનોને આવી દવા ખાવાની આદત પડે છે અને તેઓ એડિકટ બની શકે છે આવી દવાઓથી થતા નુકસાનથી ચિંતિત થઇને આઇએમએના જિલ્લા એકમે રાજયના સ્વાસ્થ્ય પ્રધાનને પત્ર લખીને તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માંગણી કરી છે. આ પત્ર બાદ બિહારમાં આવી દવાના વેચાણ અને કુસાન પરની ચર્ચા તેજ બની છે.

આઇએમએના સચિવ વીરેન્દ્રકુમાર બાદલે સ્વાસ્થ્ય પ્રધાનને યાદશકિત વધારનારી દવાઓના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. પત્રમાં કહેવાયું છે કે ૧૩ ટકા ડોટર દર્દીને એવી દવા ખાવાની સલાહ આપે છે, જેનાથી ઊંઘ આવતી નથી અને તણાવામાં રહે છે. ૮૭ ટકા દવાઓ ડોકટરની ચિઠ્ઠી વગર જ વેચાય છે. ડોકટરોનું કહેવું છે કે ખરેખર યાદશકિત વધારવા અત્યાર સુધી કોઇ દવા બનાવાઇ નથી. જે દવા યાદશકિત વધારવાના નામ પર વેચાય છે તેના દુષ્પ્રભાવથી વિદ્યાર્થીઓ બીમાર પડી શકે છે. ખરેખર તો આ રીતે દવા કંપનીઓ વિદ્યાર્થીઓની ગભરામણનો લાભ ઉઠાવે છે. તેમની મનોસ્થિતિ માપીને તેમનું આર્થિક શોષણ કરે છે. તમામ ડોકટર જાણે છે કે આવી કોઇ દવા હોતી નથી તેઓ કયારેય આ પ્રકારની દવા ખાવા સલાહ આપતા નથી.

ઉલ્લેખનીય છે કે બજારમાં આયુર્વેદ અને એલોપથીની અડધો ડઝનથી એવી દવાઓ ઉપલબ્ધ છે, જે નાનાં શહેરોમાં રોજ કોઇપણ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ છે. રોજ આવી ર૦ થી રપ હજાર દવાનું વેચાણ થાય છે. પરીક્ષા સમયે તેનું વેચાણ વધી જાય છે.

(4:06 pm IST)