Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પંડીત સુધાકર ચર્તુવેદીજીનું ૧૨૨ વર્ષની વયે દુઃખદ નિધન

સ્વતંત્ર સેનાની, જલીયાવાલા કાંડના સાક્ષી, વેદોના પ્રખર જ્ઞાની

નવી દિલ્હીઃ દેશની આઝાદીના ચળવળમાં સક્રીય ભૂમિકા ભજવનાર જલીયાવાલા કાંડના સાક્ષી અને વેદોમાં જેમની ફાઈનલ ઓથોરીટી તરીકે ગણના થતી તેવા સુધાકર ચર્તુવેદીજીનું ૧૨૨ વર્ષની વયે નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર પૌત્રી ડો.સુમા એ કરેલ.

ચર્તુવેદીજીનો જન્મ ૧૮૯૭ના એપ્રીલમાં માધવા કુટુંબમાં થયેલ તેઓ માત્ર ૧૩ વર્ષની વયે સ્વામી દયાનંદજીના અનુયાયી બન્યા હતા. તેમણે તેમના શિષ્ય શર્માને જણાવેલ કે ૧૩ એપ્રીલ ૧૯૧૯ના રોજ નિઃસહાય લોકો ઉપર ગોળીઓ વરસાવવાના જનરલ ડાયરના ઓર્ડર બાદ થયેલ જલીયાવાલા બાગકાંડ મારી નજર સામે બનેલ.

આઝાદીની ચળવળમાં તેમણે ગાંધીજી સાથે ભાગ લીધો હતો અને દેશની અનેક જેલમાં કારાવાસ પણ ભોગવ્યો હતો. તેમણે કન્નડ, અંગ્રેજી અને સંસ્કૃતમાં ૫૦ જેટલા પુસ્તકો પણ લખ્યા છે. તેમને ચારેય વેદો ઉપર ખુબ જ ગહન જ્ઞાન હતું. તેઓ વેદોની ફાઈનલ ઓથોરીટી ગણાતા. આ માટે તેમને પંડીતની ઉપાધી પણ આપવામાં આવી હતી.

(3:38 pm IST)