Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

કોરોના વાયરસથી ચીનમાં હાહાકાર : મૃત્યુઆંક વધ્યો

ચીનમાં કુલ કેસોની સંખ્યા ૭૮૮૩ર ઉપર પહોંચી : કોરોના વાયરસના કારણે દુનિયાના દેશોમાં મોતનો આંકડો વધી હવે ર૮પ૮ ઉપર પહોંચ્યો છે : લોકો ભારે દહેશતમાં

બેજિંગ,તા. ૨૮: કોરોના વાયરસથી દુનિયાના દેશોમાં હાહાકાર મચેલો છે. વાયરસ પર અંકુશ મુકી દેવામાં આવશે તેવી ગણતરી ખોટી સાબિત  થઇ રહી છે. કારણ કે મોતનો આંકડો અન્ય નવા દેશોમાં પણ ફેલાઇ રહ્યો છે. વિશ્વના ૪૮થી વધારે દેશોમાં કોરોના વાયરસને તેનો સકંજો મજબુત બનાવી દીધો છે. આના કારણે ભારે દહેશત છે. કોરોના વાયરસના કારણે વિશ્વના દેશોમાં મોતનો આંકડો વધીને ૨૮૫૮ ઉપર પહોંચી ગયો છે. આવી જ રીતે રિક્વર થયેલા લોકોની સંખ્યા ૩૬૫૭૪ ઉપર પહોંચી ગઇ છે. વિશ્વના દેશોમાં કુલ કેસોની વાત કરવામા ંઆવે તો આ સંખ્યા ૮૩૩૭૯ ઉપર પહોંચી ગઇ છે. હાલમાં ઇન્ફેકટેડ દર્દીઓની સંખ્યા ૪૩૯૪૭ રહેલી છે. રિક્વર થયેલા લોકોની સંખ્યા ૩૬૫૭૪ રહેલી છે. કોરોના વાયરસના કારણે હાલમાં સ્થિતીમાં સુધારો થાય તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. ચીનમાં હુબેઇ પ્રાંતમાં સૌથી વધારે અસરગ્રસ્ત લોકો છે. સાથે સાથે મોતનો આંકડો પણ અહીં જ સૌથી વધારે નોંધાયો છે. બચાવ અને રાહત કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓ એટલી હદ સુધી લાગેલા છે કે તેમને જોઇને સલામ કરી શકાય છે.

દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. ચીનમાં સાવેચેતીના તમામ જરૂરી  પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે કોરોના વાયરસ બેકાબુ છે. અમરિકા સહિતના મોટા ભાગના દેશો આ કોરોનાના સકંજામાં આવી ગયા છે. વિશ્વના ૪૮ થી વધારે દેશો ગ્રસ્ત છે. કોરોના વાયરસના કારણે  લોકોની હાલત કફોડી બનેલી છે. હાલમાં સ્થિતીને કાબુમાં લેવામાં કોઇ સફળતા મળે તેવી શક્યતા ઓછી છે. મોતનો આંકડો પણ અનેક ગણો વધી શકે છે. કારણ કે ઘાયલ થયેલા લોકો પૈકી૫ અનેકની હાલત ગંભીર છે. દુનિયાના દેશોમાં હાલમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી.ચીનના તમામ સંબંધિત જુદા જુદા  આરોગ્ય વિભાગના તમામ લોકો નિસહાય દેખાઇ રહ્યા છે. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે.જાપાનમાં પણ કોરોના વાયરસના કારણે ભારે દહેશત છે.   તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.   દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે.  ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે. જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. જે સાબિત કરે છે કે મોતનો આંકડો હજુ ખુબ વધી શકે છે.૪૮ દેશોમાં કુલ કેસોની સંખ્યા  રેકોર્ડ સપાટી પર પહોંચી ચુકી છે.  વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો  સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.  કોરોના  વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. જે દર્દી ગંભીર છે તે પૈકી અનેક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે.  દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે દહેશત અકબંધ છે.

(3:39 pm IST)