Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ક્રોમ બ્રાઉઝર તુરંત અપડેટ કરોઃ ગુગલે ચેતવણી આપી

હાલના વર્ઝનમાં હાઈ લેવલ ખામી હોવાની જાહેરાત

નવીદિલ્હીઃ ગુગલના ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરતા વપરાશકારોને ગુગલે ચેતવણી  આપી તુરંત અપડેટ કરવા જણાવ્યું છે. ક્રોમ બ્રાઉઝરમાં ત્રણ અલગ- અલગ ઝીરો ડે પ્રોબ્લેમથી યુઝર્સને બચાવવા લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવા સલાહ આપી છે. ગુગલે જણાવેલ કે હાલના ક્રોમ બ્રાઉઝરમાં હાઈલ લેવલની ખામી હોવાનું જાણમાં આવ્યું છે. ખામીનો ફાયદો ઉઠાવી હેકર લોકોને ફસાવી શકે છે અને ફેક વેબસાઈટ ઉપર રિડાયરેકટ પણ કરી શકે છે. ઉપરાંત કોમ્પ્યુટર સિસ્ટમને પણ તેના દ્વારા નિશાન બનાવી શકાય છે.

(3:29 pm IST)