Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

મધ્યમ કિંમતના મકાનો ખરીદવામાં લોકોને વધુ રસ

મેજીકબ્રીકસના રીપોર્ટ મુજબ અર્ફોડેબલ હાઉસીંગ ઉપર સરકારનું જોર દેવાનું પરિણામ આવવા લાગ્યુઃ ૫૦ લાખ સુધીની સંપતિ હોટ કેક

નવીદિલ્હીઃ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સેવા આપતા પોર્ટલ મેજીકબ્રિકસના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઘર ખરીદવાની સંભાવના ગોતતા લોકોમાંથી ૭૦ ટકાથી વધુ લોકો ૫૦ લાખ સુધીની સંપતિ ખરીદવા ઈચ્છતા હોય છે.

મેજીકબ્રીકસે વધુમાં જણાવેલ કે મધ્યમ કિંમતવાળા મકાનો ઉપર જોર દેવાની સરકારની અસરનું પરિણામ દેખાવા લાગ્યુ છે. ૭૦ ટકામાંથી ૨૮ ટકા ૧૫ થી ૨૦ લાખ, ૨૩ ટકા ૨૦ થી ૩૦ લાખ સુધીની સંપતિઓ ગોતે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સરકારની ક્રેડીટ લીંકડ સબસીડી યોજનાથી સસ્તા ઘરો અને નિચા મધ્યમ વર્ગમાં ખરીદારીમાં રસ વધ્યો છે. તેના પર એક ટકા જીએસટી અને ગૃહ વ્યાજમાં વધારાના ૧.૫૦ લાખની ટેકસ ક્રેડીટથી પણ સસ્તા મકાનોની માંગ વધી હોવાનું પણ મેજીકબ્રીકસે ઉમેરેલ.

પ્રોપર્ટી જાણકારો મુજબ ભાગદોડવાળા જીવનમાં હવે લોકો મોટાભાગે તૈયાર પ્રોપ્રર્ટી ખરીદવાનું પસંદ કરે છે. કેમ કે તેમની પાસે સમયનો અભાવ છે. એક સપર્ટ મુજબ મકાન બનાવવા એક વર્ષથી વધુ સમય લાગતો હોવાથી લોકો તૈયાર મકાન પસંદ કરે છે.

(3:26 pm IST)